પ્રતિષ્ઠિત સંસ્થા FGI ના 17માં એવોડર્સ ફોર એકસીલન્સના પ્રચાર પ્રસાર માટે VIA હોલમાં ઉદ્યોગકારો-પત્રકારોને અપાઈ માહિતી
વર્ષ 1918માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના બરોડા રાજયમાં ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ (FGI)ની સ્થાપના કર્યા બાદ આ સંસ્થા હાલમાં 103 વર્ષે પણ અનેકક્ષેત્રે સેવાકીય સુવાસ ફેલાવી રહી છે. FGI નો ઉદ્દેશ ઉદ્યોગોના હિતને પ્રોત્સાહન અને રક્ષણ આપવાનો અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. આ કાર્ય પૂરું પાડવા માટે અનેક સંસ્થાઓની સ્થાપના કરી FGI ના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ 1993 થી દ્વિવાર્ષિક પુરસ્કારો આપવાની શરૂઆત કરી. 13 કેટેગરીના આ પ્રતિષ્ઠિત સંસ્થા FGI ના 17માં એવોડર્સ ફોર એકસીલન્સના પ્રચાર પ્રસાર માટે VIA હોલમાં ઉદ્યોગકારો-પત્રકારોને માહિતી અપાઈ હતી.
FGI દ્વારા આપતા એવોર્ડ્સમાં કોઈ પણ ઉદ્યોગ, સંસ્થા, NGO અથવા વ્યક્તિ પોતાને લગતી 13 કેટેગરી માંથી એક કે તેથી વધુ કેટેગરીમાં અરજી કરી શકે છે. ઓનલાઈન-ઓફલાઇન આ અરજી https://awards.fgiindia.com/ દ્વારા કર્યા બાદ ત...