24મી સપ્ટેમ્બરે “Incredible India Adventures: Experiencing the Everest” પરના વેબિનારમાં અતુલ કરવાલ, સંતોષ યાદવ શેર કરશે તેમના અનુભવો
14 ઓગસ્ટ 2021 ના રોજ ભારતના 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ, પર્યટન મંત્રાલયે ભારતીય યુનિવર્સિટીઓના સંગઠન (AIU) ના સહયોગથી વેબિનારનું આયોજન કર્યું હતું અને વેબિનાર દરમિયાન 12 એપિસોડની શ્રેણી શરૂ કરવામાં આવી હતી. જે શ્રેણીનો બીજો એપિસોડ શીર્ષક “Incredible India Adventures: Experiencing the Everest” અતુલ્ય ભારતની વર્ચ્યુઅલ યાત્રા. શુક્રવારે 24 મી સપ્ટેમ્બર 2021ના યોજાશે.
ભારતના 75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ શરૂ કરાયેલા 12 એપિસોડની શ્રેણી સહભાગીઓને ભારતની વર્ચ્યુઅલ યાત્રા પર લઈ જશે. આ બીજા એપિસોડમાં, લોકોને જીવનના વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓને સાંભળવાની તક મળશે જેઓ માઉન્ટ એવરેસ્ટ અને હિમાલયના વિવિધ મહત્વપૂર્ણ વર્ટિકલ પરના અભિયાન પરના અનુભવો શેર કરશે. 24 સપ્ટેમ્બર 2021 ના રોજ વેબિનારમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા સંતોષ યાદવ, IPS અતુલ કરવાલ...