Saturday, December 21News That Matters

Month: August 2021

દાદરા નગર હવેલીમાં અલગ અલગ સ્થળો પર સાદગી પૂર્વક ઉજવાયો પ્રદેશનો 68મો મુક્તિ દિવસ

દાદરા નગર હવેલીમાં અલગ અલગ સ્થળો પર સાદગી પૂર્વક ઉજવાયો પ્રદેશનો 68મો મુક્તિ દિવસ

Gujarat, National
સેલવાસ :- દાદરા નગર હવેલીનો 2જી ઓગસ્ટના 68મો મુક્તિ દિવસ હતો. સોમવારે મુક્તિ દિવસના શુભ દિને કલેકટરે કલેકટર કચેરી ખાતે, નગરપાલિકા પ્રમુખે પાલિકા ખાતે અને જિલ્લા પંચાયતના પ્રમુખે જિલ્લા પંચાયત ખાતે તિરંગાને સલામી આપી શહિદ ચોક પર પુષ્પાંજલિ અર્પણ કરી પ્રદેશવાસીઓને શુભકામના પાઠવી હતી. જો કે વર્ષ 2020ની 26મી જાન્યુઆરીથી દમણ-દિવ અને દાદરા નગર હવેલીનું એક સંઘપ્રદેશ તરીકે વિલીનીકરણ થયા બાદ હવે મુક્તિ દિવસ માત્ર ઔપચારિક બન્યો છે.  સંઘપ્રદેશ દાદરા નગર હવેલીએ 2જી ઓગસ્ટ 1954ના રોજ પોર્તુગીઝોના શાસનને હટાવી મુક્તિ મેળવી હતી. ત્યારથી લઇને આજે વર્ષ 2021ના 68માં મુક્તિદિવસ દરમ્યાન આ પ્રદેશમાં વિકાસના અનેક નવા દ્વાર ખૂલ્યા છે. અને સતત વિકાસની દોડમાં હરણફાળ ભરી રહ્યો છે. જો કે દર વર્ષે રંગેચંગે ઉજવાતો મુક્તિ દિવસ હવે ઔપચારિક બન્યો છે. મુક્તિ દિવસની જાહેર રજા પણ કેન્સલ કરી છે. એમાં પણ 2 વર્ષથી મા...