Saturday, December 21News That Matters

Month: June 2021

સેલવાસ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, મોજશોખ માટે બાઇક ચોરી કરતા સગીરવયના ચોર પાસેથી મળી 7 બાઇક

સેલવાસ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, મોજશોખ માટે બાઇક ચોરી કરતા સગીરવયના ચોર પાસેથી મળી 7 બાઇક

Gujarat, National
સેલવાસ :- સેલવાસ પોલીસે એક સગીરવયના બાઈક ચોરને ઝડપી પાડી તેમની પાસેેેથી ચોરીની 7 મોટરસાયકલ કબ્જે કરી હતી. પકડાયેલ સગીર બાઇક ચોર આ ચોરી પોતાના મોજશોખ માટે કરતો હોવાનું અને જ્યાં પેટ્રોલ પૂરું થાય તે વિસ્તારમાં બાઇક છોડી બીજી બાઇકની ચોરી કરી નાસી જતો હતો. બાઇક ચોરીમાં પકડાયેલ ચોર સગીર વયનો હોય જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ ના આદેશ આધારે સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો છે.  સેલવાસ પોલીસે વિગતો આપી હતી કે જિતેન્દ્રકુમાર રામબ્રિજ સિંગ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની 50 હજાર ની કિંમતની DN09-J-6310 નંબરની મોટરસાયકલને સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલ નજીક આવેલ સુરભી બાર સામે પાર્ક કરી હતી. ત્યારે કોઈ અજાણ્યો ચોર તેમની બાઇકને ચોરી ગયો હતો. આ ફરિયાદ આધારે સેલવાસ પોલીસે ચોરને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં DIGP વિક્રમજીત સિંઘના માર્ગદર્શન હેઠળ અને સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્...
સેલવાસ પોલીસને જોઈ ભાગ્યા ગાંજાના આરોપીઓ, પોલીસે બંનેને દબોચી લઈ 1095 ગ્રામ ગાંજો જપ્ત કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

સેલવાસ પોલીસને જોઈ ભાગ્યા ગાંજાના આરોપીઓ, પોલીસે બંનેને દબોચી લઈ 1095 ગ્રામ ગાંજો જપ્ત કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

Gujarat, National
સેલવાસ :- મૂળ મહારાષ્ટ્રિના અને દાદરા નગર હવેલીમાં યુવાનોને ગાંજાના બંધાણી બનાવતા 2 આરોપીઓને સેલવાસ પોલીસે 1095 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંનેના 4 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. પકડાયેલ બંને ઈસમોને પકડતી વખતે પોલીસને ચકમો આપી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે બંને ને ઝડપી લીધા હતાં.  સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના યુવાવર્ગમાં ગાંજાનો નશો કરવાનું પ્રમાણ વધ્યું હોવાની ફરિયાદ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના DIGP વિક્રમજીત સિંઘને મળી હતી જે બાદ તેમના નિર્દેશ મુજબ સેલવાસ પોલીસ અધિક્ષક હરેશ્વર વી. સ્વામીએ ડ્રગ સપ્લાય કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા એક ટીમ બનાવી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.  31મી મેં ના પોલીસની એક ટીમ પીપરીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આમલી નજીક DN09-H-0013 નંબરની મોટરસાયકલ પર નીકળેલા 2 શંકાસ્પ...