Friday, October 18News That Matters

Month: May 2021

વીડિઓ કોલ પર અશ્લીલ હરકતોનું રેકોર્ડિંગ કરાવી પૈસા પડાવતા રાજસ્થાની યુવકની દમણ પોલીસે ધરપકડ કરી

વીડિઓ કોલ પર અશ્લીલ હરકતોનું રેકોર્ડિંગ કરાવી પૈસા પડાવતા રાજસ્થાની યુવકની દમણ પોલીસે ધરપકડ કરી

Gujarat, National
  દમણ :- દમણમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે ફેસબુક પર દોસ્તી કરી એક યુવતીએ વીડિઓ કોલ કર્યો હતો. જેમાં અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડિંગ કરી લઈ તેને વાયરલ કરી દેવાની તેમજ પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી ધમકી આપી પૈસાની માંગણી કરે છે. દમણ પોલીસે આ ફરિયાદ આધારે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.   નાની દમણ પોલીસે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી છે. જમશેદ ખાન નામના આ આરોપી સામે દમણના એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી યુવકના ફેસબુક પર કોઈ પૂજા નામની યુવતીએ(નામ બદલ્યું છે) ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે બાદ ફરિયાદી સાથે મેસેજમાં ચેટિંગ કરી તેનો વોટ્સએપ નંબર મેળવી વીડિઓ કોલ કર્યો હતો. વીડિઓ કોલમાં યુવતીએ અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડીંગ કરી ફરિયાદી ને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પૈસાની માંગણી કરી જો પૈસા નહિ આપે તો જે વ...
દમણથી સેલવાસ જતી બસમાં 11મહિલા 6 પુરુષો પાસેથી મળ્યો 35 પોટલા દારૂ

દમણથી સેલવાસ જતી બસમાં 11મહિલા 6 પુરુષો પાસેથી મળ્યો 35 પોટલા દારૂ

Breaking News, Gujarat, National
રિપોર્ટ - જાવીદ ખાં વાપી :- વાપી ટાઉન પોલીસે ગોલ્ડ કોઈન સર્કલ નજીકથી દમણ પ્રશાસનની ઇલેક્ટ્રિક ST બસની તલાશી લેતા 11 મહિલા અને 6 પુરૂષો પાસેથી 1,53,050 રૂપિયાનો 35 પોટલા દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુસાફરોના સ્વાંગમાં બેસેલા તમામ બુટલેગરો સુરત, નવસારી અને વલસાડના હોવાનું સામે આવ્યું છે. દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. તેમાં આવા બુટલેગરો ખાનગી વાહનો ઉપરાંત સરકારી વાહનોનો પણ ઉપયોગ દારૂ ની હેરાફેરીમાં કરી લેતા હોય છે. વાપીથી ST બસ અને ટ્રેઇન મારફતે મોટી માત્રામાં ગુજરાતના સુરત, નવસારીમાં દારૂની હેરાફેરી થાય છે. જેમાં હવે દમણ પ્રશાસને દમણથી સેલવાસ વાયા વાપી શરૂ કરેલ આધુનિક ઇલેક્ટ્રિક એરકન્ડિશન્ડ ST બસનો ઉપયોગ પણ દારૂની હેરાફેરી માટે થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  ...

દાદરા નગર હવેલીમાં IRBN ના કોન્સ્ટેબલનું ફરજ દરમ્યાન મોત

Gujarat, National
સેલવાસ :- મૂળ લક્ષદ્વિપના અને વર્ષ 2000થી દાદરા નગર હવેલીમાં ફરજ બજાવતા ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાન કાસીમને ફરજ દરમ્યાન હાર્ટએટેક આવ્યો હતો. જેનું શુક્રવારે સારવાર દરમ્યાન નિધન થતા પોલીસ બેડામાં અને IRBN બટાલિયનમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. વર્ષ 2000થી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયન ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કાસીમનું શુક્રવારે નિધન થતા દાદરા નગર હવેલી પોલીસ અને IRBN ના ડેપ્યુટી કમાન્ડર સહિત જવાનોએ સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહને અંતિમવિધિ માટે રવાના કર્યો હતો. IRBN ના કોન્સ્ટેબલ કાસીમ ગુરુવારે રાત્રીના સમયે ફરજ પર હાજર હતો. ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે દરમ્યાન તેને તાત્કાલિક સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન તેનું નિધન થયું હતું.  ...
રેલવેના DFCCILના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ માતા-પુત્ર સહિત 3 લોકોની જિંદગી છીનવી લીધી

રેલવેના DFCCILના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ માતા-પુત્ર સહિત 3 લોકોની જિંદગી છીનવી લીધી

Gujarat, National
રિપોર્ટ - એમ. મીઠાઈવાલા વાપી :- વાપી નજીક બલિઠા ગામે બોમ્બે હોટેલના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ચેનલમાં 2 બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વાપી નજીક બલિઠા ગામે બોમ્બે રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો 10વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની શુશીલાનું તેમજ સાળીના 12 વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલ ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે. ઘટના અંગે વાપી ટાઉન PI બી.જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ક...
વાપીમાં SOG એ 2 રીઢા ચેઇન સ્નેચર સાથે જવેલર્સની ધરપકડ કરી, 6 ચોરીનો ભેદ પણ ઉકેલ્યો

વાપીમાં SOG એ 2 રીઢા ચેઇન સ્નેચર સાથે જવેલર્સની ધરપકડ કરી, 6 ચોરીનો ભેદ પણ ઉકેલ્યો

Gujarat
રિપોર્ટ- જાવીદ ખાં વાપી : - વલસાડ જિલ્લાના વાપીમાં 5 દિવસ અગાઉ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગેલા અને એ ચેઇન વાપીના ડુંગરા ખાતે સોની વેપારીને વેંચવા નીકળેલા 2 રીઢા ચેઇન સ્નેચર અને સોનાની ચેઇન ખરીદનાર સોની સહિત ત્રણેય ઇસમોને વાપીની SOG ની ટીમે દબોચી લીધા છે. પકડાયેલ ઈસમો આ પહેલા પણ 11 જેટલા સ્નેચિંગ અને પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલા રીઢા અપરાધી છે. પોલીસે તેમની પાસેથી 1,64,500 નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે કુલ 6 ચોરીઓનો ભેદ પણ ઉકેલ્યો છે.  વાપીમાં દોઢેક મહિનાથી રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બાઇક પર ફરાર થઈ જતી સ્નેચિંગ ગેંગ સક્રિય થઈ હતી, જેમાં 15મી મેં ના વાપીમાં એક મહિલાના ગળામાંથી પણ સોનાની ચેઇન ખેંચી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે જિલ્લા પોલીસવડાએ અપરાધીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે આધારે SOG ની ટીમને બાતમી મળી હતી કે વાપી નજીક ડુંગરા વિસ્તારના હરિયા પા...
દમણમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સીરિયલનું જ્યાં શૂટિંગ ચાલે છે તે મીરાસોલ રિસોર્ટસને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો

દમણમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સીરિયલનું જ્યાં શૂટિંગ ચાલે છે તે મીરાસોલ રિસોર્ટસને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો

Gujarat, National
રિપોર્ટ :- જાવીદ ખાં દમણ :- દમણ પ્રશાસને ગુરુવારે દમણના જાણીતા મીરાસોલ રિસોર્ટ અને મીરાસોલ સ્ટાફ કવાટર્સને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યું છે. આ રિસોર્ટમાં કેટલાક દિવસથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે. અને સીરિયલના કેટલાક કલાકારો ઉપરાંત કૃમેમ્બર અહીં જ રોકાયેલા છે. દમણ પ્રશાસને મીરાસોલ રિસોર્ટ અને મીરાસોલ રિસોર્ટ સ્ટાફ કવાટર્સને કોવિડ મહામારી હેઠળ કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કર્યું છે. દમણમાં ગુરુવારે વધુ 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. જેથી 4 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં મીરાસોલ રિસોર્ટ અને સ્ટાફ કવાટર્સનો સમાવેશ થાય છે. મીરાસોલ રિસોર્ટમાં છેલ્લા ઘણા દિવસથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ'નું શૂટિંગ ચાલી રહ્યું છે.  દમણમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 203 એક્ટિવ કેસ છે. અને અલગ અલગ 26 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા...
તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી

તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી

Gujarat, National
રિપોર્ટ :- ગુરુ-G તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી મચી છે. જેમાં જેમ ચોમાસા દરમ્યાન પુરના પાણી ગામડાઓને સંપર્ક વિહોણા કરે તેમ વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં દુરસંચારની ક્ષતિએ અનેક પરિવારના લોકોને મોબાઈલ સંપર્ક વિહોણા કર્યા હતા.  વાપી :- વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર હેઠળ પારાવાર નુકસાન થયું છે. જો કે હજુ સુધી ક્યાં સેકટરમાં કુલ કેટલું નુકસાન થયું છે. તેનો સર્વે પૂરો થયો નથી. પરંતુ, વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડા દરમ્યાન ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી ભારે તબાહી મચી છે. વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને લઈને ઉમરગામ તાલુકામાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. સૌથી પહેલાં વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ નુકસાન GEB ને થયું છે. જિલ્લામાં અનેક થાંભલા ધરસાઈ થયા છે. ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. ઉમરગામ પંથકમાં જ 92થી વધુ પોલ ધરસાઈ થયા છ...
વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા, વધુ સારવાર માટે મુંબઈ-સુરત ખસેડાયા!

વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાતા, વધુ સારવાર માટે મુંબઈ-સુરત ખસેડાયા!

Gujarat, National, Science & Technology
વાપી :- કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકોર્માયકોસિસ. આ બીમારીને કારણે ગુજરાતમાં કેટલાય દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ તેના 2 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. અને તે વાપીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા બાદ તાત્કાલિક તેને સુરત-મુંબઈ વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યા છે. વાપીમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો દેખાયા.... કોરોના રિકવરી બાદ આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2 થી 4 દિવસ લાગે છે. આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ ઈન્ફેક્શન બાદ 20 થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. વલસાડ જિલ્લા માટે રાહતના સમાચાર છે કે હજુ સુધી આવા એકપણ કેસને વલસાડ જીલ્લામાં સારવાર આપવામાં આવી નથી. હાં, વાપીની ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્...
દમણના વિકાસ માટે સુકર બખિયાના પરિવારે નિઃશુલ્ક હોટેલની જમીન આપી

દમણના વિકાસ માટે સુકર બખિયાના પરિવારે નિઃશુલ્ક હોટેલની જમીન આપી

Gujarat, National
દમણમાં સુકર શેઠ તરીકે જાણીતા અને દમણમાં કરોડોની મિલકત ધરાવતા સુકર નારાયણ બખિયાના પરિવારે દમણના દેવકા બીચના વિકાસ માટે પોતાની કરોડોની જમીન અને હોટેલને તોડવાની સહમતી આપી દેતા રવિવારે પ્રશાસને હોટેલ સાગર સન ને તોડી કરોડોના ખર્ચે નિર્માણ થનારા રમણીય સી-ફેસ પ્રોજેકટને આગળ ધપાવ્યો છે. દમણ :- કેન્દ્રશાસિત પ્રદેશ દમણના દેવકા બીચ પર આકાર લેનારા કરોડોના વિકાસના પ્રોજેકટમાં અડચણ બનેલી સાગર સન હોટેલને રવિવારે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી હતી. દેવકા સી-ફેસ પર આકાર લેનાર પ્રોજેકટ વચ્ચે દમણના જાણીતા સુકર શેઠની હોટેલ અને કરોડોની જમીન આવતી હતી. જે અંગે પ્રશાસન અને સુકર શેઠના પરિવારે એકબીજા સાથે સહમતી કરી લેતા હવે દમણના મહત્વાકાંક્ષી પ્રોજેકટને લીલીઝંડી મળી છે. રવિવારે દમણના મરવડ વિસ્તારમાં દેવકા બીચ પર આવેલ દમણની સૌથી જૂની અને જાણીતી હોટેલ સાગર સનને તોડી પાડવામાં આવી હતી. આ હોટેલ દમણના જાણી...
દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર

દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર

Gujarat
વાપી :- કોરોના મહામારી દરમ્યાન પણ બુટલેગરો અવનવા કિમીયા સાથે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. ત્યારે, વાપી ટાઉન પોલીસે દમણથી દાદરા પાઈલોટિંગ કાર સાથે જતો 1,05,600 રૂપિયાનો દારૂ અને કાર ઝડપી પાડી છે. જો કે દારૂ લઈ જનાર કારચાલક અને તેનું પાઈલોટિંગ કરનાર વાપીનો નામચીન દેવું તેના અન્ય સાગરીતો સાથે પોલીસને ચકમો આપી નાસી ગયા હતા પોલીસે બાતમી આધારે ભડકમોરા ખાતે વોચ ગોઠવી હતી જે દરમ્યાન સુલપડનો દેવું નવીન પટેલ પોતાની કાર નમ્બર GJ15-CJ-0031માં અન્ય ત્રણ ઈસમો સાથે નીકળ્યો હતો. જેની પાછળ જ બીજી કાર નંબર GJ05-KC-7321માં અન્ય એક ઇસમ નીકળ્યો હતો જેને રોકવા જતા દેવુ પોતાની કાર પુરઝડપે હંકારી નાસી ગયો હતો. જ્યારે બીજી કારનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર..... પોલીસે કારમાં તપાસ કરતા કારની સીટના ...