Friday, October 18News That Matters

વાપી GIDC માં ગટરના પાણીનો વીડિઓ ઉતારી ઉદ્યોગકારોને દબડાવતો લેભાગુ યુટ્યુબીયો નાળામાં ખાબક્યો

ગુજરાતીમાં કહેવત છે કે જે ખાડો ખોદે તે પડે….. આ કહેવત રવિવારે એક કથિત YOUTUBE ચેનલના નામે વાપી GIDC માં ઉદ્યોગકારોને દબડાવતા યૂટ્યૂબિયા પર લાગુ પડી હતી. જેમાં નવાઈની વાત એ હતી કે ઘવાયેલ આ યુવાનને મદદ માટે પણ એ જ ઉદ્યોગકારોની જરૂર પડી હતી કે, જેઓને વારતહેવારે ગટર ના પાણીના નામે બદનામ કરી તોડપાણી માટે દબડાવતો હતો.

વાપી GIDC માં શરના કેમિકલ અને એકરાપેક ઇન્ડસ્ટ્રીઝ નજીક મુખ્ય માર્ગ પર વહેતી વરસાદી ગટરમાં એક બુલેટ ચાલક બુલેટ સાથે પડતા ઘાયલ થયો હતો. આ ઘટનાનો એક વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં યુવક જીતુ નામના પત્રકારનો માણસ હોવાનું આસપાસ ઉભા લોકોને કહે છે. અને નજીકની કંપનીમાં HR માં નોકરી કરતા વ્યક્તિને બોલાવવા અને મદદરૂપ થવા કહે છે.
જો કે વાયરલ વીડિઓમાં બુલેટ સાથે નાળામાં ખાબકેલ યુવક અંગે મળતી વિગતો મુજબ તેમનું નામ બાદલ હોવાનું અને એક યૂટ્યૂબ ચેનલમાં કામ કરતો હોવાની વિગતો મળી છે. જેમાં આ ઘાયલ યુવક અને તેના અન્ય મિત્રો વાપી GIDC, સરીગામ GIDC, અને છીરી, કરવડ, ડુંગરા જેવા વિસ્તારમાં ભંગાર ના ગોડાઉન ધરાવતા લોકો પાસે ચેનલના નામે દાદાગીરી કરતો આવ્યો છે. અનેક ઉદ્યોગોની આસપાસ વહેતી ગટરોમાં નીકળતા કલરયુક્ત પાણીનું વીડિઓ શૂટિંગ કે ફોટા પાડી ઉદ્યોગકારોને દબડાવી મસમોટી રકમની માંગણી કરતા પણ અચકાતો નથી.
તેમના આવા તોડબાજી ના કારનામાને કારણે માર ખાઈ ચુકેલા આ યુટ્યુબીયા અને તેના સાથીઓથી ઉદ્યોગકારો પણ ત્રસ્ત બન્યા હતા. જેમાંંના કેટલાકે VIA અને SIA માં રજુઆત કરતા આ અંગે તંત્રને પણ રાવ કરવામાં આવી છે. જો કે તો પણ નહીં સુધરેલા અને પત્રકારનાં નશામાં રૌફ જમાવતા આ યુટ્યુબીયાની આખરે એ જ નાળામાં પડવાની ઘટના બનતા લોકોએ પણ દિલાસો આપવાને બદલે ફિટકાર વરસાવ્યો  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *