Friday, October 18News That Matters

દાદરા નગર હવેલીમાં Wildlife Weekનું કરાયું સમાપન, ફોરેસ્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરી પર્યાવરણ સંરક્ષણની આપી શીખ 

વાઇલ્ડલાઇફ વીક દાદરા અને નગર હવેલી ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા તારિખ 02/10/2024 થી 08/10/2024 સુધી ઉજવવામાં આવેલ હતું. જેમાં શાળાઓ દાદરા અને નગર હવેલી અને દમણ દીવની શાળામાં વિશેષ પ્રવૃતિઓ આયોજિત કરવામાં આવેલ હતી. જેનું 8મી ઓક્ટોબરે સમાપન કરવામાં આવ્યું હતું.આ વાઇલ્ડલાઇફ વીક દરમ્યાન નિબંધ સ્પર્ધા, ચિત્ર, quize, નેચર ટ્રેકિંગ, જંગલમાં પક્ષી જોવા અને ફોટોગ્રાફી વગેરે પ્રકારની પ્રવુતિઓ કરવાનો મુખ્ય હેતુ પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ લાવવી અને પર્યાવરણ અને વન્ય જીવનું જીવનમાં મહત્વ સમજવા માટે હતું. તારીખ 08/10/2024 ના રોજ વાઇલ્ડલાઇફ વીક સમાપન કલાકેન્દ્ર સેલવાસ રાખવામાં આવેલ હતું. જેમાં જે તે પ્રવુતિમાં વિજેતા થયા હતા તેઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં એનાયત કરાયા હતાં. આ સમારંભમાં આચાર્ય apj અબ્દુલ કલામ collage silvassa, ssr collage સિલવાસા devkiba મોહનસિંહ ચૌહાણ collage સિલવાસાના વિદ્યાર્થીઓ ઉપસ્તીત રહયા હતા. સમાપન સમાંરભમાં નાયબ વન સરક્ષક વન્ય જીવ દ્વારા પર્યાવરણી ક્ષતિ અને કેવી રીતે બચાવવા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વાઇલ્ડલાઇફ વીક 2024 ઉજવવા માટે વિધાર્થીઓ, શાળાના શિક્ષકો, આદરણીય મહાનુભાવોએ, પર્યાવરણ પ્રેમીઓ, જાગૃત વ્યક્તિઓ વગેરેએ ભાગ લઈને વાઇલ્ડલાઇફ વીકની ઉતમ કક્ષાની ઉજવણી કરવામાં આવેલ હતું.

વિક સમાપનમાં પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ લીધો હતો કે આવતા દિવસમાં પર્યાવરણને બચાવીશું સાથે સાથે વન્ય જીવનું પણ સંરક્ષણ કરીશું જેથી આવનારી પેઢી તદુરસ્ત સુખમય જીવન જીવીને પર્યાવરણ બચવવાની ભાવના સાથે જીવન જીવતા શીખે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *