Friday, October 18News That Matters

UIA પ્રમુખનો કાંટાળો તાજ પહેરતા જ આખાબોલા નરેશ બંથીયાએ કહી દીધું કે ઉમરગામના વિકાસમાં જે બાધા નાખશે તેની વાત સાંભળવામાં નહિ આવે

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટાયેલ 15 માંથી 14 એક્ઝિક્યુટિવ સભ્યોની હાજરીમાં નીમાયેલા ચૂંટણી અધિકારીઓ સહિત અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વર બારી, અજય શાહ અને ભગવાન ભરવાડ સહિતના ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રમુખની દરખાસ્ત મંગાવી હતી. જેમાં નરેશ બંથીયાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

પ્રમુખની દાવેદારી અર્થે એક જ પત્રક ભરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિએ સ્વીકારી સીટીઝન અમ્બ્રેલાનાં માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ બંથીયાને આગામી બે વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગપતિઓ દ્વારા પ્રમુખને સર્વાનુમતે વધાવી લઈ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતાં.

UIA ની નવી ટીમને અગ્રણી ઈશ્વર બારી,બજરંગ ભરવાડ અને અજય શાહે યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમને શુભકામના આપી અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, UIA નો કાંટાળો તાજ હવે પ્રમુખ નરેશ બંથીયાને આપવામાં આવ્યો છે. આશા રાખીએ કે ઉદ્યોગકારો એ જે ભરોસો મુક્યો છે. તેના પર ખરા ઉતરે GIDC માં રોડ, વીજળી, ફાયર, પાણીના જે પણ પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવે.

પ્રમુખ બનેલા આખાબોલા નરેશ બંથીયાએ પ્રમુખ બનતા જ પોતાના તીખા શબ્દો માં જણાવ્યું હતું કે, અમારી ટીમને જીત મળી છે. જે વાયદા અમે કર્યા છે. તે પૂર્ણ કરીશું. પહેલાના પ્રમુખે 90 ટકા કામ કર્યું છે. બાકીનું કામ અમારી ટીમ પુરી કરશે. અમારો એક જ મુદ્દો છે ઉમરગામનો વિકાસ અને તે માટે લેવાનારા દરેક નિર્ણયમાં જે પણ બાધા નાખશે તેનું સાંભળવામાં નહિ આવે.

ઉલ્લેખનીય છે કે, નવા નીમાયેલા પ્રમુખ નરેશ બંથીયાની અધ્યક્ષતા હેઠળ તાત્કાલિક બોર્ડ મીટીંગ લેવાય હતી, જેમાં 14 કમિટી સભ્યોની હાજરીમાં જય માતાજી સેવા સંઘના સ્થાપક ભગવાન ભરવાડ અને દીપક ગુપ્તાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, સેક્રેટરી તરીકે તાહેર વોરા, ટ્રેઝરર આશિષ શાહ, જોઈન્ટ સેક્રેટરી અમૃત પટેલની વરણી કરી કાર્યભાળ સોંપવામાં આવ્યો હતો. આગામી બોર્ડ મિટિંગમાં અલગ સમિતિની રચના કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *