ભારતમાતાનું અપમાન કરનારાઓને લઈને ‘ભારત જોડો’ના કયા પ્રયત્નો કૉંગ્રેસ કરી રહી છે, એવો સજ્જડ પ્રશ્ન હિંદુ જનજાગૃતિ સમિતિના દિલ્લી રાજ્ય પ્રવક્તા નરેંદ્ર સુર્વેએ ઉપસ્થિત કર્યો છે.
તેમણે આ અંગે જણાવ્યું હતું કે, 75 વર્ષ પહેલાં જેમના કાર્યકાળમાં આપણા દેશનું વિભાજન થયું, તે કૉંગ્રેસ પક્ષ ‘ભારત તેરે ટુકડે હોંગે’ની ઘોષણા દેનારા કન્હૈયાકુમારને સાથે લઈને ‘ભારત જોડો’ યાત્રા કરી રહ્યો છે. પાદરી જ્યોર્જ પોનૈય્યા ભારતમાતાને ‘અપવિત્ર’ માને છે અને કેવળ ઇસુને માને છે, તેમજ હિંદુઓનાં દેવી-દેવતાઓને માનવાને બદલે તેમના અસ્તિત્વ પર જ પ્રશ્નો નિર્માણ કરે છે. રાહુલ ગાંધી જ્યોર્જ પોનૈય્યા જેવા પાદરીઓને લઈને યાત્રા કાઢે છે, તે સમયે તેમના ઉદ્દેશ પર જ પ્રશ્ન નિર્માણ થાય છે. કે, આવા ભારતમાતાનું અપમાન કરનારાઓને લઈને ‘ભારત જોડો’ના કયા પ્રયત્નો કૉંગ્રેસ કરી રહી છે,
‘ભારત તોડો’માં સહભાગી જ્યોર્જ પોનૈય્યા જેવા ખ્રિસ્તી પાદરી !’ વિષય પર ‘ઑનલાઈન’ સંવાદ………
હિંદુ જનજાગૃતિ સમિતિના દિલ્લી રાજ્ય પ્રવક્તા નરેંદ્ર સુર્વેએ વધુમાં એવા આક્ષેપ તેમણે ‘ભારત તોડો’માં સહભાગી જ્યોર્જ પોનૈય્યા જેવા ખ્રિસ્તી પાદરી !’ આ વિષય પરના ‘ઑનલાઈન’ સંવાદમાં કર્યા છે. ‘ભારત વૉઈસ’નાં સંસ્થાપિકા ગાયત્રી એન્.એ કહ્યું હતું કે, પાદરી જ્યોર્જ પોનૈય્યાએ હાલમાં જ ભારતમાતાનું અપમાન કરનારું વક્તવ્ય આપ્યું. તેમણે એક વર્ષ પહેલાં પણ ભારતમાતાને ગાળો ભાંડીને વાદગ્રસ્ત વક્તવ્યો આપ્યા હતા. જે ધરતીને આપણે માતા સમાન માનીએ છીએ, તે વિશે ઘૃણાસ્પદ વક્તવ્યો કરનારા આ પાદરીની માનસિકતા ધ્યાનમાં આવે છે.
ખ્રિસ્તી ધર્મની બળજબરાઈ કરવામાં આવી રહી છે…….
‘જીઝસ’ને બધાયે માન્ય કરવા, આ વાત ગળે ઉતારવા માટે ખ્રિસ્તીઓ નિરંતર પ્રયત્નો કરી રહ્યા છે. પહેલાં આ લોકો ‘ઇન્ક્વિઝિશન’ કરતા હતા, હવે જુદી પદ્ધતિથી જીઝસ અને તેમનો પંથ આપણા પર લાદી રહ્યા છે. આજે દક્ષિણ ભારતમાં તો શાળાઓમાં પણ હિંદુ વિદ્યાર્થીઓ પર છડેચોક ખ્રિસ્તી ધર્મની બળજબરાઈ કરવામાં આવી રહી છે, આ બધું રોકાવું જોઈએ. તેવા વિચારો હિંદુ જનજાગૃતિ સમિતિના ઑનલાઈન સંવાદમાં વક્તાઓએ કર્યા હતાં.