વલસાડ :- ગુજરાતમાં હાલમાં જ લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાને એક મહિનો પણ પૂરો નથી થયો ત્યાં સુધીમાં જ વિધર્મી યુવકો દ્વારા હિન્દૂ યુવતીઓને કેવી રીતે ફસાવી બરબાદ કરાઈ રહી છે. તેના રોજ નવા નવા કિસ્સા રાજ્યના દરેક જિલ્લામાંથી સામે આવી રહ્યા છે. જેમાં એક કોમની કેટલી ખતરનાક માનસિકતા હિંદુઓ સામે છે તે પણ સામે આવી રહી છે. આવી જ એક ફરિયાદ આધારે વલસાડ પોલીસે વિધર્મી યુવક અને તેની પત્નીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.
આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં એક પુખ્ત યુવતીએ ફરીયાદ આપેલ કે વસીમ નામનો છોકરો પરણીત હોવા છતા તે વાત છુપાવી તેને પ્રેમ જાળમાં ફસાવી પ્રેમ સંઘાણીયા નામ ધારણ કરી લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સંમતી વગર બળજબરીથી અવારનવાર શારીરીક સંબધો બાંધ્યા હતાં. અને તેને વધારે ફસાવવા માટે તેના મોબાઇલ નંબરથી વોટસઅપ માધ્યમથી તેનો નગ્ન વીડીયો મોકલ્યો હતો. અને યુવતીનો નગ્ન વીડીયો મંગાવ્યો હતો. યુવતીએ ના પાડતાં આપઘાત કરવાની ધમકી આપી નગ્ન વીડીયો મંગાવી તે વીડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો.
આ સમગ્ર કાવતરામાં વસીમની પત્ની શબનમ પણ સામેલ હોય યુવતીને બદનામ કરવા વોટસઅપ માધ્યમથી ફરીયાદીના પિતાના મોબાઇલ પર ભોગ બનનારનો નગ્ન વિડીયો મોકલી તે વિડીયો વાયરલ કરી બદનામ કરી હતી. અને તેમના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતી હતી. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર વી.એચ.જાડેજાને સોપવામાં આવી હતી.
જેમણે આ બનાવ ખુબ જ સંવેદનશીલ અને ગંભીર પ્રકારનો હોય તાત્કાલીક તપાસ કરી આરોપીને ઝડપી પાડવા માટે ડો.એસપી.રાજકુમાર, અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ તથા ડો.રાજદીપસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક,વલસાડની સુચના આધારે એમ.એન .ચાવડા નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ ના માર્ગદર્શન હેઠળ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, વી.એચ.જાડેજા તથા psi જે. જી. મોડ અને PSI આર.બી.વનાર તથા સાયબર ક્રાઇમ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ વર્ક આઉટ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી વસીમ તથા તેની પત્ની શબનમને પકડી પાડી કોર્ટ માં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે સમાજમાં હાલ આવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે જે વિધર્મી કોમની માનસિકતા પણ છતી કરી રહ્યા છે. તો, આ હલકી માનસિકતાએ કેટલી હિન્દૂ યુવતીઓને બરબાદ કરી હશે તે વિચારવા લાયક છે. ત્યારે લવ જેહાદનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યા બાદ જે રીતે રોજ અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. તે જોતા દેશમાં આવી ખતરનાક માનસિકતા ધરાવતા લોકોએ અન્ય કેટલી યુવતીઓની ઝીંદગી બરબાદ કરી હશે તે વિચાર કમકમાટી ભર્યો તો છે જ સાથે સાથે ધૃણાસ્પદ પણ છે કે આ માનસીકતાએ જ હિંદુ-મુસ્લિમ ને એક રાષ્ટ્રના વતની બનવા નથી દીધા.