વાપીમાં નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13મી મેં શુક્રવારથી 22મી મેં 2022 સુધી IPL ની જેમ VPL (Vapi Premier League) ક્રિકેટ Tournament નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કે આ Tournament માં ગુજરાતી, અંગ્રેજી ભાષામાં લખેલા બેનરોમાં Vapi Premier League ના સ્પેલિંગથી લઈને કનુભાઈ દેસાઈના મંત્રાલયના, પ્રમુખ ગ્રુપ સહિતના સ્પોન્સર્સ ના નામ અટકમાં અર્થના અનર્થ થયા હોવાનું જોવા મળ્યું હતું.
વાપી ક્રિકેટ ક્લબ આયોજિત આ VPL Tournament માં વાપી તાલુકાની અલગ અલગ ક્રિકેટ ટીમમાંથી ઉત્તમ ખેલાડીઓની પસંદગી કરી 10 ટીમ તૈયાર કરવામાં આવી છે. VPL એટલે કે Vapi Premier League પરંતુ અહીં ગ્રાઉન્ડ ફરતે લગાડેલ તમામ બેનરોમાં Vapi Premiere League લખી Premier માં વધારાનો e લગાડી દીધો હતો. જેને કારણે પ્રીમિયર નો મતલબ નાટકનો કે નવી ફિલમનો પહેલો ખેલ એવો થઈ જાય છે.
જો કે જે રીતે VPL ના અંગ્રેજી સ્પેલિંગમાં અર્થનો અનર્થ થતો હતો તેવી જ રીતે Tournamentના શુભારંભમાં જે મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ દેસાઈના નામનું મહાકાય બેનર લગાડેલ તેમાં કનુભાઈ દેસાઈના નાણાં મંત્રાલય એટલે કે finance શબ્દને ગુજરાતીમાં ફાનેન્સ, એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ના સ્થાને એનરજી & પેટ્રોકેમિકલસ જેવા ખોટા ગુજરાતી શબ્દો લખી મારેલા, એટલું જ નહિ VPL ના ચેરમેન દિલીપ યાદવનું નામ દિલીય યાદવ, ચેતન કહારના સ્થાને ચેતન કાહાર, કરી નાખ્યું હતું. કેટલાક સ્પોન્સર્સ ના નામ સાથે બીજાની અટક(સરનેમ) લગાડી દીધેલી તો, અન્ય સ્પોન્સર્સની સરનેમમાં બીજા સ્પોન્સર્સ ના નામ લખેલા હતા. સ્પોન્સર્સ દ્વારા અપાયેલ ઇનામની આઈટમ પણ વળી કોઈ ત્રીજા ના નામે હતી.
અનેક છબરડા વાળા બેનરમાં વધુ એક મોટો છબરડો એ હતો કે VPL ટુર્નામેન્ટને જે મુખ્ય સ્પોન્સર્સ ના નામ સાથે રમાડવામાં આવી રહી છે. તેવા પ્રમુખ ગ્રુપના જગદીશભાઈ ભાટુ ના નામમાં જતદીશભાઈ ભાટુ લખ્યું હતું. આવા ગુજરાતી-અંગ્રેજી ભાષાના છબરડા વાળા VCC આયોજિત VPL Tournamentના બેનરમાં ભણેલા-ગણેલા સભ્યોએ ભાષાના જ્ઞાનમાં ભાંગરો વાટયો હોય તે જોઈને ખુદ સ્પોન્સર્સ અને ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ, ક્રિકેટ પ્રેમીઓએ VCC ના સભ્યો પ્રત્યે ભાષાકીય ભૂલોનો અણગમો પ્રગટ કર્યો હતો.