Saturday, December 28News That Matters

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ‘ગ્રાન્ડ પેરેંટસ ડે’ ની ઉજવણી કરવામાં આવી

માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. તો, દાદા-દાદી ના ચરણોમાં ચાર ધામ છે. બાળકોના જીવનમાં એમનું મૂલ્ય જળવાય એ માટે વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં પ્રિ-પ્રાયમરી વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેંટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.


જેમાં દાદા-દાદી, નાના-નાની પોતાના પૌત્ર-પૌત્રી સાથે શાળામાં આ કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આચાર્યા બીની પૌલ તથા HR અને એડ્મીન હેડ વિજય રાઉન્ડલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.


<span;>ત્યાર, બાદ નાના ભૂલકાંઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક ક્રૂતિઓ રજૂ કરવામાં આવી. જેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. ત્યાર, બાદ દાદા-દાદી માટે વિવિધ રમતો જેવી કે સંગીત ખુરશી, બોલ ઇન ધ બકેટ, ગેસ ધ સોંગ નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

વિજેતા દાદા-દાદી અને નાના-નાની ને શાળા દ્વારા વિવિધ ઇનામો આપવામાં આવ્યા હતાં. આચાર્ય શ્રીમતી બીની પૌલે પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌને કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *