Sunday, December 22News That Matters

વાપીના ગફુર બીલખીયા (ગફુરચાચા)ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોડઁ એનાયત કરાયો

સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં જે તે કેટેગરીમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ વખતે એવોર્ડ બે વર્ષ માટે આપવામાં આવી રહ્યા છે. જેમાં સોમવારે 141 લોકોને વર્ષ 2020 માટે અને મંગળવારે 119 લોકોને 2021 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વાપીના ગફુર ચાચા તારીખે પ્રખ્યાત ગાંધીવાદી ગફૂરભાઇ બિલખિયાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદલ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા વાપીવાસીઓમાં ભારે ગર્વની લાગણી ફેલાઈ હતી,
ગુજરાતના અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વંડા ગામમાં જન્મેલા ગફુરભાઇ વર્ષ 1980માં વાપીમાં ધંધા રોજગાર અર્થે પરિવાર સાથે આવ્યા હતા. શરૂઆતના દિવસો સંઘર્ષમાં વિતાવ્યા બાદ તેમનો મોટો પુત્ર કેમિસ્ટ સાથે ગ્રેજયુએટ થયા બાદ મુંબઇના મિત્ર પાસે માત્ર 12 હજાર રૂપિયાની લોન લઇને તેમણે વાપીમાં સ્યાહી (ઇન્ક) બનાવવાની શરૂઆત કરી હતી.
આજે તેમના દ્વારા સ્થાપિત ત્રણ કંપનીઓનું તેમના પુત્ર સંચાલન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની માતાના નામે મા ફાઉન્ડેશન સંસ્થા થકી ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ આપી રહ્યા છે.
આ સંસ્થા અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને મદદ કરી ચુકી છે. જો કે પદ્મ પુરસ્કાર માટે નામની જાહેરાત ગત વર્ષમાં જ કરવામાં આવી હતી.  જેમાં ગુજરાતની 8 હસ્તીઓમાના એક એવા વાપીમાં ચાચા અને ગાંધીવાદી તરીકે જાણીતા એવા ગફુરભાઇ બીલખિયાનું નામ જાહેર થયા બાદ આજે તેમને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મળતા ગફુરભાઈના મિત્ર વતૃળ તેમજ અનેકવિધ સેવાકીય સંસ્થામાં ખુશીની લહેર ફરી વળી છે.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *