Friday, October 18News That Matters

વાપીમાં HERANBA ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

વાપીમાં કાર્યરત HERANBA ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 500 વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે ગુરુવારે એકમના ગ્રીન સ્પેસ ઝોનમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે વાપીના VIA, GPCB, VGEL સહિતની સંસ્થાઓના પદાધિકારીઓ અને કંપનીના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ને કારણે પર્યાવરણને માઠી અસર પહોંચી રહી છે. પર્યાવરણની જાળવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે Only One Earth થીમ પસંદ કરવામાં આવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી એક સપ્તાહ સુધી વિવિધ વૃક્ષોનું વાવેતર કરી સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાપીમાં કાર્યરત HERANBA ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 500 વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે ગુરુવારે એકમના ગ્રીન સ્પેસ ઝોનમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીના VIA, GPCB, VGEL સહિતની સંસ્થાઓના પદાધિકારીઓ અને કંપનીના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ના રૂપેશ વેગડાએ જણાવ્યું હતું કે, હાલમાં ગ્લોબલ વોર્મિંગને કારણે વાપી સહિત સમગ્ર ભારત અને વિશ્વના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ત્યારે દરેક ઉદ્યોગકાર અને સમાજના નાગરિકો પોતાની ફરજ સમજી વૃક્ષો નું વાવેતર કરી પર્યાવરણમાં સુધાર લાવે તે જરૂરી છે.  જેમાં સહભાગી થવા હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાપીના 3rd ફેઈઝ વિસ્તારમાં કંપનીના ગ્રીન સ્પેસ ઝોનમાં 500થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. ગુરુવારે ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 200 જેટલા વૃક્ષો-છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.
વૃક્ષારોપણ બાદ તેની સંપૂર્ણ માવજતના સંકલ્પ સાથે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વાપી VIA પ્રમુખ કમલેશ પટેલ, GPCB ના રિજનલ ઓફિસર હરેશ ગાંવીત, VGEL ના જતિન મહેતા, વિવેક ત્રિવેદી, પ્રશાંત ભીંડે, સુમિત અગ્રવાલ, વિલસન, મીનેશ પંડ્યા, હેરંબા ઇન્ડસ્ટ્રીઝ વાપી યુનિટ હેડ રૂપેશ વેગડા સહિત કંપનીના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *