Sunday, December 22News That Matters

ઉનાળાની કાળઝાળ ગરમીમાં આટલી કાળજી રાખો… ડિઝાસ્ટર કચેરી દ્વારા માર્ગદર્શિકા જારી કરાઈ

ઉનાળાની સિઝનનો પ્રારંભ થતા કાળઝાળ ગરમીને કારણે સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે તેમ હોવાથી વલસાડ જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં લૂ થી બચવા માટે શુ કરવુ અને શું ન કરવુ, કામદારો અને નોકરીદાતાએ શું કાળજી રાખવી, ઘરને શીતળ રાખવા માટે શું કરવું, લૂ લાગેલ વ્યકિતને કેવી રીતે સારવાર આપવી અને ખેતીવાડી તેમજ પશુપાલન ક્ષેત્રે શું કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી છે.

લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગેની માહિતી આપવામાં આવી છે. જેમાં રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. વાઈ, હ્ર્દય, કીડની કે યકૃત સંબધી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃધ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુ ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે. તેમની વિશેષ કાળજી લો.

કામદાર અને નોકરીદાતા માટે રાખવાની કાળજી….

કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો. બહારની પ્રવુત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો.

સગર્ભા સ્ત્રીઓ, શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો…..

જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયલ નથી તેમણે હળવુ તેમજ ઓછી અવધિ માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો. શક્ય હોય ત્યાં સુધી ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારવાર સ્નાન કરો.

જરૂર જણાય તો તબીબી સલાહ લો….

કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો, કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો. જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તબીબી સલાહ લો અથવા ઘર ના કોઈ સદ્સ્ય ને કહો કે તમને તબીબ પાસે લઈ જાય.

ઘરને શીતળ રાખવા માટે આટલું ધ્યાન રાખો…..

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાસની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.

ACનું તાપમાન 24 ડીગ્રી કે તેનાથી વધુ રાખો…

બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો, લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાંથી બહાર નીકળતી વધારાની ગરમી ને ઓછી રાખે છે. એયર કંડીશનરનું તાપમાન 24 ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો કે ગરમી ને રોક્શે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલને રંગવા માટે ચુનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો. બાંધકામ પુર્વે મકાન બાંધકામના નિશ્રાંતની સલાહ લો.

લુ લાગેલી વ્યક્તિની સારવારમાં શું ધ્યાન રાખવું…..

ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત/તોરાની જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેંદ્ર ઉપર લઈ જાવ. જો શરીરનું તાપમાન એક ધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય. ચક્કર આવતા હોય. નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.

આટલુ નહીં કરવું……

બપોરના 12 વાગ્યા થી 3 વાગ્યા સુધી તડકામાં ન જાવ, જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવુત્તિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ. આ સમયે રસોઈ ન કરો રસોડામાં હવાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા, કોફી, સોફટ ડ્રીક્સ ન લો, પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો.

કૃષિ અને પશુપાલન વિષયક આટલી કાળજી રાખવી….

ઉભા પાકને હળવુ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહ્ત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો. પશુપાલન ક્ષેત્રે પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના 11 થી બપોરના 1 વાગ્યા સુધી કામ ન લો.

પશુઓના આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા આટલું કરો….

આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો કે, ફોગસ લગાવો. બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છંટકાવ કરો અથવા પશુને પાણીના હવાડા નજીક લઈ જઈ જાવ. આહારમાં તેમને લીલો ચારો આપો. પ્રોટીન્ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ. મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવ્સ્થા કરો. બપોરના સમયે પશુઓ ને ચરવા ન લઈ જાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *