Wednesday, January 8News That Matters

ચોરીના મોબાઈલમાં IMEI ચેન્જ કરી સસ્તા ભાવે વેંચતા વાપીના 2 ભેજાબાજને LCB એ દબોચી લીધા

વાપી :- વાપીમાં LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે ચોરીના મોબાઈલમાં ખાસ સોફ્ટવેર વડે IMEI (International Mobile Equipment Identity) બદલી મોબાઈલના પેટર્ન લોકને અનલોક કરવા સહિત મોબાઈલને ફોર્મેટ કરી સસ્તા ભાવે વેંચી દેતા મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાન ધરાવતા 2 ભેજબાજોની ધરપકડ કરી છે. આ બંને ઈસમો પાસેથી અલગ અલગ કંપનીના 29 નંગ મોંઘા મોબાઈલ, 3 લેપટોપ સહિત કુલ 1,23,000 ₹નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

LCB ની ટીમે કુલ 1,23,000નો મુદ્દામાલ તથા બને આરોપીઓ મનીષ અને અમીતની ધરપકડ કરી LCB ઓફીસે લાવી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બંને ઈસમો પાસે વાપીમાં દિવસ-રાત્રીના મોબાઈલ સ્નેચિંગ કરતા ચોર ઈસમો આ ચોરીના મોબાઇલ ફોન આપી જતા હતા જે મોબાઈલ ફોનને આ ભેજાબાજ ઈસમો લેપટોપમા અલગ અલગ સોફટવેરો જેવા કે , Miracle box , Octoplus Shel , Secret Tool , UFI , Sam Key Code Reader , Infinity Box , Samsung FRP 2020 , Turbo Flasher , Qualcomm FRP Tool ને ઓનલાઇન ડાઉનલોડ કરી ડોંગલથી ઓપરેટ કરી મોબાઇલ ફોનને સોફટવેરથી પેટર્ન લોક / અનલોક, કોડ કલીયરની એપ્લીકેશનો મારફતે મોબાઇલ ફોર્મેટ કરી IMEI ચેન્જ કરી મોબાઇલ ફોન સસ્તા ભાવે વેચી આપતા હતાં
LCB ની ટીમે હિના આર્કેડ વાળી ગલીમાં મદની મોબાઈલ સોલ્યુશન નામની દુકાનમાં રેઇડ કરી હતી. દુકાનમાં મનિષ કતવાર જયસ્વાલ અને ઓપરેટરે અમિત અચ્છેલાલ જયસ્વાલ નામના 2 ઈસમો હાજર હતાં. જેમની સામે કાઉન્ટરના ટેબલ ઉપર અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઇલ ફોન તથા એપલ કંપનીના મળી 29 જેટલા મોબાઇલ ફોન, 3 લેપટોપ, 1 ડેસ્કટોપ, મોબાઇલ રીપેરીંગ કરવાના ઇન્સટ્રુમેન્ટ પડ્યા હતાં. જે તમામ મોબાઇલ ફોનના તથા લેપટોપ કમ્યુટરના બિલ કાગળો પુરાવા માંગતા તેઓ આપી શક્યા નહોતાં.
એક જ પ્રકારનો IMEI નાખી ગ્રાહકોને વેંચી દેતા હતાં……
LCB ની ટીમે બંને ઇસમોની CRPC 41(1) D, 102 મુજબ ધરપકડ કરી આ કૌભાંડમાં ચોરીના મોબાઈલ ચોરનાર ચોરની વિગતો મેળવી તેમને દબોચી લેવા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બંને ભેજાબાજ ચોરેલા મોબાઈલમાં એક જ પ્રકારનો IMEI નાખી ફોર્મેટ કરી ત્યાર બાદ સસ્તા મોબાઈલ ખરીદવા માંગતા ગ્રાહકોને આવા મોબાઈલ વેંચી દેતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *