4) કેવા પ્રકારના ડેટાને શેર કરી શકાય છે?
વર્તમાન સમયમાં, બેંકિંગ ટ્રાન્ઝેક્શન ડેટા નેટવર્ક પર લાઇવ થયેલી હોય તેવી બેંકો પર શેર કરવા માટે ઉપલબ્ધ છે (ઉદાહરણ તરીકે, ચાલુ ખાતા અથવા બચત ખાતામાંથી બેંક સ્ટેટમેન્ટ) તબક્કાવાર AA માળખુ તમામ નાણાકીય ડેટાને શેરિંગ માટે ઉપબલ્ધ કરાવશે જેમાં ટેક્સ ડેટા, પેન્શન ડેટા, સિક્યુરિટી ડેટા (મ્યુચ્યુઅલ ફંડ્સ અને બ્રોકરેજ) અને ઇન્શ્યોરન્સ ડેટા સહિતની માહિતી ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. તે નાણાકીય ક્ષેત્રથી પણ વધુ વિસ્તરણ પામશે જેથી હેલ્થકેર અને ટેલિકોમ ડેટા પણ AAના માધ્યમથી કોઇપણ વ્યક્તિ માટે ઍક્સેસ થવા પાત્ર બનશે.
5) શું AA વ્યક્તિગત ડેટા જોઇ અથવા ‘એકત્રિત’ કરી શકે છે? શું ડેટા શેરિંગ સુરક્ષિત હોય છે?
એકાઉન્ટ એગ્રીગેટર્સ કોઇપણ પ્રકારના ડેટા જોઈ શકતા નથી; તેઓ માત્ર કોઇપણ વ્યક્તિની દિશા અને સંમતિના આધારે તેને એક નાણાકીય સંસ્થામાંથી બીજી સંસ્થામાં લઈ જઇ શકે છે. નામના આધારે ઉપલબ્ધ કોઇપણ ડેટાને, તેઓ ‘એકત્રિત’ કરી શકતા નથી. AA અન્ય ટેકનોલોજી કંપનીઓની જેમ નથી જે તમારા ડેટાને એકત્રિત કરે છે અને તમારી વિગતવાર પ્રોફાઇલ્સ બનાવે છે.
AA દ્વારા શેર કરવામાં આવતો ડેટા મોકલનાર દ્વારા એન્ક્રિપ્ટ થયેલ હોય છે અને માત્ર પ્રાપ્તકર્તા દ્વારા જ તેને ડિક્રિપ્ટ કરી શકાય છે. એક છેડાથી બીજા છેડા સુધીનું એન્ક્રિપ્શન અને ‘ડિજિટલ હસ્તાક્ષર’ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સમગ્ર પ્રક્રિયા કાગળના દસ્તાવેજો શેર કરવાની સરખામણીએ ખૂબ જ વધારે સુરક્ષિત થઇ જાય છે.
6) શું ગ્રાહક નક્કી કરી શકે છે કે તેમણે પોતાની ઇચ્છા મુજબ કયો ડેટા શેર ના કરવો?
હા. AA સાથે નોંધણી કરાવવાનું ગ્રાહકો માટે સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. જો ગ્રાહક જે પણ બેંકનો ઉપયોગ કરી રહ્યા હોય તે બેંક નેટવર્કમાં જોડાયેલી હોય, તો તે વ્યક્તિ AA પર નોંધણી કરવાનું પસંદ કરી શકે છે, જેમાં તેઓ કયા ખાતાઓને લિંક કરવા માગે છે તે પણ પસંદ કરી શકે છે અને કોઇ એક એકાઉન્ટ એગ્રીગેટર્સમાંથી મારફતે ‘સંમતિ’ આપવાના તબક્કે તેમના ખાતામાંથી કોઈ ચોક્કસ હેતુ માટે તેમના ડેટાને નવા ધીરાણકર્તા અથવા નાણાકીય સંસ્થા સાથે શેર કરી શકે છે. ગ્રાહક કોઈપણ સમયે વિનંતી શેર કરવાની સંમતિને નકારી શકે છે. જો ગ્રાહકે સમય જતા (જેમ કે, લોન સમયગાળા દરમિયાન) રિકરિંગ રીતે ડેટા શેર કરવાનું સ્વીકાર્યું હોય, તો તેને પછીથી તેમજ ગ્રાહક દ્વારા કોઈપણ સમયે રદ કરી શકાય છે.
7) જો કોઈ ગ્રાહકે મારો ડેટા એકવાર કોઈપણ સંસ્થા સાથે શેર કર્યો હોય, તો તેઓ કેટલા સમય સુધી તેનો ઉપયોગ કરી શકે?
પ્રાપ્તકર્તા સંસ્થાને જે ડેટાનો ઍક્સેસ પ્રાપ્ત થશે તેને ઉપયોગમાં લઇ શકવા માટેનો ચોક્કસ સમયગાળો કેટલો રહેશે તે અંગે ગ્રાહકને ડેટા શેરિંગ માટે સંમતિ આપતી વખતે જાણ કરવામાં આવશે.
8) ગ્રાહક કેવી રીતે AA સાથે નોંધણી કરાવી શકે છે?
તમે AA ની એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા તેની સાથે નોંધણી કરાવી શકો છો. AA એક હેન્ડલ આપશે (વપરાશકર્તા નામની જેમ), જેનો ઉપયોગ સંમતિ પ્રક્રિયા દરમિયાન થઈ શકે છે.
વર્તમાન સમયમાં, ડાઉનલોડ કરવા માટે ચાર એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે (Finvu, OneMoney, CAMS Finserv અને NADL) જેઓ AA સાથે પરિચાલન લાઇસન્સ ધરાવે છે. વધુ ત્રણને RBI (PhonePe, Yodlee, અને Perfios) તરફથી સૈદ્ધાંતિક મંજૂરી પ્રાપ્ત થઇ ગઇ છે અને ટૂંક સમયમાં તેઓ એપ્સ લોન્ચ કરી શકે છે.
9) શું ગ્રાહકે દરેક AA સાથે નોંધણી કરાવવી જરૂરી છે?
ના, ગ્રાહક નેટવર્ક પરની કોઈપણ બેંકમાંથી ડેટા ઍક્સેસ કરવા કોઈપણ AA સાથે નોંધણી કરાવી શકે છે.
10) શું આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકે AA ને કોઇપણ પ્રકારની ચુકવણી કરવાની જરૂર છે?
આ બાબત જે તે AA પર નિર્ભર રહેશે. કેટલાક AA વિનામૂલ્યે સેવા ઉપલબ્ધ કરાવી શકે છે કારણ કે તેઓ નાણાકીય સંસ્થાઓ પાસેથી સેવા માટેની ફી લેતા હોય છે. કેટલાક AA નાની વપરાશકર્તા ફી ચાર્જ કરી શકે છે.
11) જો ગ્રાહકની બેંક ડેટા શેરિંગના AA નેટવર્કમાં જોડાય તો તેમને કઈ નવી સેવાઓ મેળવી શકે છે?
ગ્રાહકોને પ્રાપ્ત થતી સેવાઓમાંથી બે મુખ્ય સેવાઓમાં સુધારો આવશે- આ બંને સેવાઓ લોન અને મની મેનેજમેન્ટના ઍક્સેસની છે. જો કોઈ ગ્રાહક હાલમાં નાનો ધંધો કરવા અથવા પર્સનલ લોન લેવા માંગે છે, તો તેમને ઘણા દસ્તાવેજો ધીરાણકર્તાને આપવાની જરૂર પડે છે. હાલમાં આ એક બોજરૂપ અને જાતે કરવામાં આવતી પ્રક્રિયા છે, જે લોન મેળવવા માટે લાગતા કુલ સમય અને ધીરાણના ઍક્સેસ પર અસર કરે છે. તેવી જ રીતે હાલમાં, નાણાંનું સંચાલન કરવામાં ઘણી મુશ્કેલી પડે છે કારણ કે ડેટા ઘણા જુદા જુદા સ્થળોએ સંગ્રહિત કરેલો હોય છે અને વિશ્લેષણ માટે સરળતાથી એકસાથે લાવી શકાતો નથી.