Sunday, December 22News That Matters

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા ત્રિદિવસીય વાપી ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ-7 (VTPL-7)નું આયોજન, 17 ટીમો વચ્ચે જામશે ક્રિકેટ જંગ

વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી વાપી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 7 – 2024 (VTPL-7)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 17 ટીમો ભાગ લેશે. VIA ગ્રાઉન્ડ ખાતે તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીએ આયોજિત ટુર્નામેન્ટનું વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ઘાટન થશે. જ્યારે સમાપન અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ વાસણ આહીર ના હસ્તે વિજેતાઓને ટ્રોફી, રોકડ રકમ આપી કરવામાં આવશે.

VTPL-7 ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કર, પૂર્વ પ્રમુખ અરવિંદ શાહ, સેક્રેટરી બાલાજી, વાઇસ પ્રેસિડેન્ટ્સ યોગેશ ભાનુશાલી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ ભરત ઠક્કર, માજી પ્રમુખ અરવિંદ શાહ દ્વારા વિગતો આપવામાં આવી હતી.

જેઓએ જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન વલસાડ જિલ્લાના પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાના હસ્તે કરવામાં આવશે. જ્યારે અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર, અમદાવાદ ટ્રક એસોસિએશન ના પ્રમુખ, વાપીના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવશે.

ક્લોઝિંગ સેરેમનીમાં ફાઇનલ રમનારી બંને ટીમને ટ્રોફી, પ્રાઈઝ આપી ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 24 રાજ્યની 17 ટીમે ભાગ લીધો છે. જેમાં ફાઇનલ ખેલનારી ટીમોને ટ્રોફી, રોકડ રકમ આપવામાં આવશે. એ ઉપરાંત ટુર્નામેન્ટ દરમ્યાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે.

વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA)ના પ્રમુખ ભરત ઠક્કરે અને માજી પ્રમુખ અરવિંદ શાહે જણાવ્યું હતું કે, દેશના બધા રાજ્યના લોકો વાપીમાં વસે છે. જેઓ ટ્રાન્સપોર્ટ ના ધંધા સાથે સંકળાયેલા છે. જે એકબીજાને મળી શકે તે માટે વર્ષમાં એક વાર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં 17 ટીમના 250 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. 3 દિવસની મેચમાં અંતિમ દિવસે સેમિફાઇનલ, ફાઇનલ મેચ રમાશે. જેમાં વિનર અને રનર્સ અપ ટીમ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ મેચ જાહેર થનાર ખેલાડીઓને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ, મેડલ આપી સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *