Friday, October 18News That Matters

ધુળેટીના દિવસે કોલક નદીમાંથી એક નો મૃતદેહ મળ્યો, તો સાંજે દમણગંગા નદીએ ન્હાવા ગયેલ યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો

વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં શુક્રવારે સાંજે ગરકાવ થયેલ યુવકની બીજા દિવસે સવારે લાશ મળી હતી. શુક્રવારે સવારે કોલક નદીમાંથી પણ એક વ્યક્તિની લાશને ફાયરના જવાનોએ બહાર કાઢી હતી. ધુળેટી પર્વના દિવસે જ 2 અલગ અલગ ઘટનામાં 2 યુવક ડૂબી જતાં ફાયર અને પોલીસ જવાનો વ્યસ્ત રહ્યા હતાં.
શુક્રવારે સવારે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં કોલક ખાડીમાં મોતની છલાંગ લગાવનાર અનિલ બાબુ કોળી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોલક નદી પાસે ફરતા યુવકોએ ખાડીમાં મોતની છલાંગ લગાવતા યુવકને બચાવવાના પ્રયાસો કર્યા હતા તેમ છત્તા યુવકની લાશ હાથ ન લાગતા તાત્કાલિક વાપી નગર પાલિકા અને GIDC ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરતા ફાયર ફાઈટરની ટીમે અનિલ કોળીની લાશને બહાર કાઢી PM કરવા મોકલી આપી હતી.
તો, એ બાદ સાંજે વાપી નજીક પસાર થતી દમણગંગા નદી માં મુક્તિધામ નજીક ન્હાવા ગયેલ સરવન દીપચંદ રાજભર નદીમાં ન્હાતી વખતે તણાયો હતો. જેની જાણકારી ફાયર અને પોલીસને આપતા મોડી રાત સુધી તેની શોધખોળ કરવામાં આવી હતી. જો કે શનિવારે વહેલી સવારે મુક્તિ ધામ નજીક નદીના પાણીમાં તેનો મૃતદેહ દેખાતા ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો.
બન્ને હતપ્રભ કરતી ઘટના અંગે વધુ વિગતો જોઈએ તો, વાપી કોલક નદી સ્મશાન નજીક ખાડી પાસે આવેલા ગેરેજમાં નોકરી કરતો અને ગેરેજમાં જ રહેતા અનિલ બલુભાઈ કોળી એ કોલક નદીની ખાડીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક થોડા સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો. ધુળેટીના પર્વના રોજ કોલક ખાડીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ યુવકને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. યુવકની લાશ ન મળતા સ્થાનિક યુવકોએ તાત્કાલિક વાપી નગર પાલિકા અને GIDC ફાયર વિભાગને ઘટનાની જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને ફાયર ફાઈટરની ટીમે લાશની શોધખોળ હાથ ધરી હતી. જેણે 2 કલાકથી વધુની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.અનિલ કોરીની લાશનો કબ્જો મેળવ્યો હતો. ડુંગરા પોલીસે યુવકની લાશનો કબ્જો મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી.
તો, સાંજે બીજી ઘટના દમણગંગા નદીમાં બની હતી. વાપીના ડુંગરી ફળિયામાં શિવસાઈ રેસિડેન્સીમાં રહેતો 40 વર્ષીય સરવન દીપચંદ રાજભર મુક્તિધામ નજીક દમણગંગા નદીના કિનારે ન્હાવા ગયો હતો. ત્યારે પાણીમાં તણાયો હતો. જેની જાણકારી નોટિફાઇડ અને પાલિકા ફાયરની ટીમને આપતા, ફાયરની ટીમે તરવૈયાઓ સાથે નદીના પટમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ શનિવારે વહેલી સવારે સરવન નો મૃતદેહ પાણીમાં દેખાતા નોટિફાઇડની ટીમે મૃતદેહને બહાર કાઢયો હતો. GIDC પોલીસે યુવકની લાશનો કબ્જો મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં 2 અલગ અલગ પરિવારોના 2 યુવકો મોતને ભેટતા પરિવારમાં આક્રંદ છવાયું હતું. તો, વાપી પંથકમાં પણ અરેરાટી મચી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *