Wednesday, January 29News That Matters

‘Khel Krida DOSTI’ ઉત્સવની થીમ સાથે પોદાર સ્કૂલમાં ઉજવાયો 10th Annual Sports Day

વાપી નજીક ટુકવાડા ગામમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અનોખા રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 600 જેટલા PT પરેડ સહિત વિવિધ ખેલનું પ્રદર્શન કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યાં હતાં. તો, શાળા દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ને મેડલ, સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

વાપી નજીક ટુકવાડા ગામ ખાતે Podar International School માં અભ્યાસ કરતા શાળાના 600 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ‘Khel Krida Dosti Utsav ની થીમ પર વિન્ટર સ્પોર્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અને તેમના માતાપિતાએ રમેલી બાળપણની વિવિધ રમતો રમી હતી.

આ અનોખી થીમ અંગે શાળા ના પ્રિન્સીપાલ અનુપમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શાળામાં વિદ્યાર્થીઓ ને PT હેઠળ શારીરિક કસરત પુરી પાડતી રમતો સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે, PT ઉપરાંત ની અન્ય રમતો જેવી કે, સટોળીયું, રસ્સી ખેંચ, ટાયર ફેરવવું, સ્લો સાયકલ રેસ, કેરમ, ટેબલ ટેનિસ જેવી રમતોમાં પણ વિદ્યાર્થીઓના કૌશલ્યને ખીલવવામાં આવે છે. ત્યારે, આ શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં વિદ્યાર્થીઓ PT ઉપરાંત આવી રમતોમાં ભાગ લે તે માટે આ 10માં વાર્ષિક ખેલઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા તરફથી આયોજિત આ 10માં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે માં 600 જેટલા વિદ્યાર્થીઓના માતાપિતાએ પણ ઉમળકાભેર ભાગ લીધો હતો. જેઓએ શાળાના આ સુંદર કાર્યક્રમે સરાહના કરી હતી. મોબાઈલ લેપટોપ ના ડિજિટલ યુગમાં તમામે વિવિધ રમતોનો લ્હાવો લઈ અનોખા આનંદનો એહસાસ કર્યો હતો. તો, આ સ્પોર્ટ્સ ડે માટે શાળાના શિક્ષકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. સ્પોર્ટ્સ ડે માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ને મેડલ, સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *