Friday, October 18News That Matters

વાપી-સરીગામની કંપનીઓ જોખમી કચરાના પરિવહન માટેની મેનીફેસ્ટની નકલ જમા કરાવી VLTS ના નામે GPCB ને જ અંધારામાં રાખી રહી છે?

વાપી-સરીગામની પેપરમિલ-કેમિકલ ફેક્ટરીમાંથી દરરોજ મોટાપાયે હેઝર્ડ નોનહેઝર્ડ પ્રકારનો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં તેમજ અન્ય નિકાલની સાઇટ પર મોકલવામાં આવે છે. જે માટે GPCB ના નિયમોનું પાલન કરવા સાથે ઉદ્યોગ સંચાલકો તે મોકલતા હોય છે. જો કે તે માટે વેસ્ટને ભીનો જ મોકલી શકતા નથી. જો કે તેમ છતાં કેટલીક પેપરમિલ કે કેમિકલ કંપનીઓ GPCB ના નિયમોને ઘોળીને પી જવામાં જરા પણ નાનપ અનુભવતા નથી. 

 

જેમ દારૂની હેરફેર માટે બુટલેગરો વિવિધ કમિયા અજમાવી પોલીસની નજરથી બચી ને કે મિલીભગત રચીને દારૂ ઘુસાડે છે. તેવી જ રીતે આ ઉદ્યોગોના સંચાલકો ટ્રાન્સપોર્ટરો સાથે અવનવા કિમીયા અજમાવી GPCB ની ડિજિટલી સિસ્ટમ ને થાપ આપીને કે અધિકારી સાથે મિલીભગત રચી નિર્ધારિત સ્થળ જેવા કે અમરેલીની સિમિન્ટ ફેકટરી, મહારાષ્ટ્રના અન્ય સ્થળો કે કપરાડા ના નિર્જન વિસ્તારમાં વેસ્ટ ઠાલવી હવા-પર્યાવરણ ને નુકસાન કરતા અચકાતા નથી.

GPCB દ્વારા આવા પરિવહન અંગે ચોક્કસ નિયમો સાથેના પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ જોખમી તથા અન્ય કચરા (વ્યવસ્થાપન અને સીમાપાર હેરફેર) નિયમ -2016 અંતર્ગત રૂલ -19 અન્વયે જોખમી કચરાના પરિવહન દરમ્યાન મેનીફેસ્ટની વિવિધ 7 નકલ બનાવવાની રહે છે જે પૈકીની મેનીફેસ્ટની (Copy 1) વેસ્ટ જનરેટર દ્વારા તથા મેનીફેસ્ટની (Copy 5) Actual User/disposal facility દ્વારા SPCB ખાતે જમા કરવાની રહે છે. પરંતુ, મોટાભાગના ઉદ્યોગો Duplication of submission કરતા જરા પણ અચકાતા નથી.

 

GPCB “વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (VLTS)” ના ભરોસે………

જોખમી અને અન્ય કચરો (વ્યવસ્થાપન અને ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ) નિયમો, 2016 હેઠળ GPS/GIS આધારિત જોખમી કચરો વાહન સ્થાન ટ્રેકિંગ સિસ્ટમ (VLTS) નું અમલીકરણ કરાય છે. જનરેટ કરેલા મેનિફેસ્ટને અનુરૂપ જોખમી કચરો વહન કરતી વખતે કોઈપણ સમયે રસ્તા પર ચાલતી ટ્રકોની “વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (VLTS)”, દ્વારા જોખમી કચરો વહન કરતા વાહનના રૂટ પર દેખરેખ રાખી શકાય છે. માત્ર ગંતવ્ય સ્થાન પર કચરો જનરેટર, પ્રાપ્તકર્તા ઉદ્યોગ અને સંબંધિત પ્રાદેશિક કાર્યાલયને Google Maps પર રસ્તા પર ચાલતા ટ્રકના વાસ્તવિક-સમયના સ્થળોની દેખરેખ માટે જોખમી કચરાની ગંભીર હિલચાલ પર નજર રાખી શકાય છે.

 

ભીનો અને પાણી નીતરતો આ વેસ્ટ ભરી જતા પોલીસે ટ્રક ને ઉભી રખાવી………

 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા વાપી GIDC માં અમરેલીથી સિમેન્ટ ઠાલવવા આવેલ ટ્રકમાં વાપીની જાણીતી એન. આર. અગરવાલ પેપરમિલમાંથી નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ ભરવામાં આવ્યો હતો. ભીનો અને પાણી નીતરતો આ વેસ્ટ ભરી જતા પોલીસે ટ્રક ને ઉભી રખાવી હતી. તે સ્થળે વેસ્ટમાંથી નીકળતા પાણીની સતત ધાર રોડ પર વહી રહી હતી. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં અચરજ જોવા મળી હતી. કોઈપણ કંપનીમાંથી કોઈપણ પ્રકારનો ભીનો વેસ્ટ લઈ જવા પર GPCB કાર્યવાહી કરતી આવી છે…… વધુ વિગતો સાથેનો એહેવાલ હવેે પછી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *