વાપીમાં રોફેલ–MBA (ગ્રીમ્સ, વાપી) ખાતે “સમન્વય” કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે UPL ના વાઇસ ચેરમેન શ્રીમતી સાન્દ્રાબેન શ્રોફ, UPLના ચેરમેન પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ, પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડૉ કલ્યાણ બેનરજી, અગ્રગણ્ય કોલેજના પ્રિન્સીપાલ સહિતના હસ્તે MBA ના અભ્યાસક્રમમાં યુનિવર્સીટી સ્તરે સિદ્ધિ મેળવનાર, શૈક્ષણિક, રમત-ગમત તેમજ સંસ્કૃતિક સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક તેમજ શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ અંગે કોલેજના ડાયરેક્ટર ડૉ કેદાર શુકલાએ જણાવ્યું હતું કે, વાપી રોફેલ MBA કોલેજ કેમ્પસમાં એકેડમિક, નોન એકેડમિક અને રિસર્ચ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો, MBA કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્સાહિત કરવામાં માટે આયોજિત આ સમન્વય 21-22 કાર્યક્રમમાં કોલેજની ત્રણ બેચ જેમાં એક આવનારી બેચ, પાસ આઉટ બેચ અને હાલ કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહેલી બેચના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,
આ સમારોહમાં જે વિદ્યાર્થીઓએ પોતાના એકેડમિક કેરિયરમાં માર્કેટિંગ, HR, ફાઇનાન્સ, પ્રોડક્શન ઓપરેશન્સ, મેનેજમેન્ટ, અને રાઇટિંગ જેવી કુલ 6 કેટેગરીમાં સર્વોત્કુર્ષ્ટ પ્રદર્શન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી નવાજવામાં આવ્યા હતા, આ સાથે જે વિદ્યાર્થીઓએ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ગેમ્સ, ધ ઇન્સાઇટ, અથવા બિઝનેસ બાઝીગર જેવી બિઝનેસ સંબંધિત ઇવેન્ટ અથવા એક્ટિવિટીમાં ભાગ લીધો હોય અને તેમાં સારું પ્રદર્શન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રત્સાહક ઈનામોથી નવાજવામાં આવ્યા હતા,
કોઈ પણ મેનેજમેન્ટ પ્રોગ્રામ રિસર્ચ અને ઇનોવેશન વગર અધૂરો છે, જેથી રોફેલ એમબીએ કોલેજના સંચાલકોએ રિસર્ચ અને ઇનોવેશનના મહત્વને પણ ધ્યાનમાં રાખીને કોલેજના જે વિદ્યાર્થીઓએ ફેકલ્ટી મેમ્બર્સ સાથે મળીને તૈયાર કરેલા રિસર્ચ પેપરને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પબ્લિશ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓને પણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા,
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે UPL કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સાન્દ્રા શ્રોફ, રોફેલ ટ્રસ્ટના ચેરમેન રજ્જુ શ્રોફ, રોટરી ક્લબના માજી પ્રમુખ કલ્યાણ બેનર્જી, રોટરી ક્લબના વર્તમાન પ્રમુખ હેમાંગ નાયક, સહીત રોટરી ક્લબના મેમ્બરો, રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહીત અલગ અલગ કોલેજોના આચાર્યો જેમાં KBS કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણ અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતાં.