મંગળવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મનોર નજીકની વૈતરના નદીની ખાડીમાં માછીમારી કરવા ગયેલ 32 વર્ષના યુવક પર માદા શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શાર્કે યુવકના પગનો લોચો કાપી લીધો હતો. જે ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી. તો, સ્થાનિક લોકોએ તે બાદ વનવિભાગ અને પોલીસની મદદથી શાર્કને પકડી લીધી હતી. જો કે, પાણીની બહાર આવતા શાર્ક મૃત્યુ પામી હતી. જેના પેટમાંથી 15 બચ્ચા પણ નીકળ્યા હતાં. તમામ મૃત હતા જેની વનવિભાગ દ્વારા વિડિઓ ગ્રાફી કરી દફનવિધિ કરવામાં આવી છે.
મંગળવારે આ માદા શાર્કના હુમલા બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ પ્રવત્યો હતો. શાર્કના હુમલામાં વિકી ગોવારી નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બસો કિલોથી વધુ વજનવાળી શાર્ક દ્વારા તેના પગના ભાગ પર બચકું ભરી માંસ નો લોચો કાપી ખાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ તરફ આ ઘટના પાલઘર જિલ્લાની પહેલી ઘટના છે. જેમાં શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય, ઘટના બાદ નાગરિકોએ શાર્કને પકડી પાણીમાંથી બહાર કાઢી હતી. આ શાર્ક માદા શાર્ક હતી. તેના પેટમાંથી લગભગ 15 બચ્ચાંઓ નીકળ્યા હતાં. વન વિભાગ દ્વારા શાર્કને મૃત જાહેર કરી તેના મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
શાર્ક અંગે મરીન લાઈફના ભૂષણ ભોઇરે આપેલી વિગતો મુજબ આ પ્રજાતિની શાર્ક ખારા અને મીઠા બન્ને પાણીમાં જીવી શકે છે. નજીકમાં દરિયાની ખાડી હોય તેમાંથી વેતરના નદીની ખાડીમાં તે ભરતી સમયે આવી ચડી હશે. સામાન્ય રીતે શાર્ક હંમેશા નર અને માદા સાથે જ હોય છે. જેથી આ વિસ્તારમાં માછીમારી કરવા જતાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
શાર્કના યુવક પર હુમલાના સમાચારે આ વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ ઉભો કર્યો છે. આ અંગે લાઈફ ગાર્ડ હાર્દિક સોનીએ માહિતી આપી છે કે વૈતરણા નદીમાં માછીમારી કરી રહેલા યુવક પર હુમલો કરનાર શાર્ક માદા હતી. તેના મૃત્યુના કારણ જાણવા સમયે તેના પેટમાંથી લગભગ 15 બચ્ચા નીકળ્યા હતા.છે. કદાચ આ માદા શાર્ક બચ્ચાંઓને જન્મ આપવા માટે આ વિસ્તારમાં આવી ચડી હશે. તેના પેટમાંથી બહાર કાઢેલ તમામ બચ્ચાંઓની લંબાઈ 32 સેમી છે અને દરેકનું વજન 5 કિલોથી વધુ હતું.