Sunday, December 22News That Matters

ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો એટેક, પગની પિંડી ખાઈ જતા યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલન્ટ હોટલ પાસેની ખાડીમાં શાર્ક દ્વારા એક યુવક પર હુમલો કરી પગની પિંડી ખાઈ જતા ચકચાર મચી ગઇ છે.  માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્કના હુમલા બાદ ઘાયલ યુવકને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક પર એટેક કરનાર શાર્કને સ્થાનિક લોકોએ પકડી પાડી છે. યુવક પર હુમલો કરનાર શાર્કનુ વજન 200 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ 32 વર્ષીય વિક્કી ગોવારી નામનો યુવક ખાડીમાં માછલી પકડવા ગયો હતો. તે વખતે અચાનક એક મોટી શાર્કે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાર્કે યુવકના પગ અને ઘૂંટણની વચ્ચે પિંડીના ભાગે ધારદાર દાંત બેસાડી માંસ નો લોચો કાપી તે ખાઈ ગઈ હતી. મંગળવારે સાંજે બનેલી આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોને મળતા ચકચાર મચી ગઇ હતી.
ઘાયલ યુવકને સ્થાનિકોએ પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડયો હતો. તેમજ ખાડી કાંઠે એકઠા થઇ જાળ વડે શાર્કને પકડી પાણીમાંથી બહાર કાઢી હતી. શાર્કનું વજન અંદાજે 200 કિલોગ્રામ હોવાનો અંદાજ છે. જેને જોઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ તરફ મનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલ યુવકને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *