Friday, January 31News That Matters

વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ હેમંત પટેલની અધ્યક્ષતામાં ગોકુલ વિહાર ટાઉનશીપમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સોમવારે વાપી નોટિફાઇડ મંડળ દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના મતવિસ્તાર એવા ગોકુલ વિહાર ટાઉનશીપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ ની અધ્યક્ષતામાં સોસાયટી વિસ્તારના કોમન પ્લોટ તેમજ મેદાનની ફરતે વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં લીમડા, ગુલમોહર, આસોપાલવ, સરગવો, જાસુદ, પીપળો, કરેણ જેવા રોપા સ્થાનિક સંસ્થા રૂદેય ટ્રષ્ટ નાં સહયોગથી લાવવામાં આવ્યા હતા.ઉપસ્થિત અગ્રણી હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ, સત્યેન પંડ્યા વાપી નોટિફાઇડ મંત્રી તેમજ પ્રદેશ સોશ્યલ મીડિયા રાહુલભાઈ જેસવાલ વાપી નોટિફાઇડ યુવા મોરચા. બીપીનભાઇ દેસાઈ ભાજપ વરિષ્ઠ કાર્યકર્તા તેમજ સેક્રેટરી, હર્ષદભાઈ કોઠારી, કૌશિકભાઇ પટેલ, અંબાલાલભાઈ પટેલ જેવા સોસાયટીના અગ્રણીઓ તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *