Sunday, December 22News That Matters

London-Kenya માં કાર્યરત અને હવે, ભુજમાં નિર્માણ થનાર Shishukunj International શાળાના ભંડોળ માટે 36 રિક્ષામાં નીકળેલા 108 NRIએ વાપી મુક્તિધામની મુલાકાત લીધી

London-Kenyaમાં ભારતીય સંસ્કૃતિના સિંચન સાથે કાર્યરત Shishukunj સંસ્થાએ અઢી લાખ પાઉન્ડના ખર્ચે ભુજમાં International School સ્થાપવાનું ઉદ્દેશ્ય સેવ્યું છે. જેનું ભંડોળ એકઠું કરવા સંસ્થાના 108 સભ્યો 36 Tuk-Tuk (ઑટોરિક્ષા)માં 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમ્યાન Rameshwaram to Bhujની 3000 kilomiterની યાત્રાએ નીકળ્યા છે. આ પ્રવાસ રૂટમાં વાપી આવતું હોય તમામે વાપીમાં આવેલ મુક્તિધામ (સ્મશાન)ની મુલાકાત લીધી હતી. તમામે મુક્તિધામની સુંદર કામગીરી નિહાળી હતી.

આ અંગે વાપી મુક્તિધામના ટ્રસ્ટી તુષાર હરિયાએ જણાવ્યું હતું કે તેઓ પોતે Africa Born છે. અને UK મા અભ્યાસ કર્યો છે. જ્યાં લંડનમાં ભારતીય સંસ્કૃતિનું જતન કરતી Shishukunj સંસ્થા વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થા ભુજમાં પણ International School બનાવવા માંગે છે. જેમના Fund Rising માટે નીકળેલા સ્વયં સેવકોમાં તેમના મિત્રો પણ હોય, વાપીમાં તેઓને આવકાર આપ્યો હતો. આ તમામ સ્વયં સેવકોને વાપીમાં બનાવેલ અદ્યતન મુક્તિધામની મુલાકાત લીધી હતી. મુક્તિધામની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી.

13 ડિસેમ્બર 2024ના રામેશ્વરમ થી નીકળી 25મી ડિસેમ્બરે ભુજ પહોંચનાર આ યાત્રા માં જોડાયેલ મૂળ લંડનના ધર્મેશ છેડાએ જણાવ્યું હતું કે, લંડન અને કેન્યામાં વર્ષોથી શિશુ કુંજ સંસ્થા શાળા સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરે છે. હવે આ સંસ્થા ભુજ માં બાળકો માટે અદ્યતન સુવિધાઓ સાથેની શાળા નિર્માણ કરવા માંગે છે. જે માટે અંદાજીત અઢી લાખ પાઉન્ડની જરૂર છે. જે ફંડ એકઠું કરવા આ યાત્રા યોજવામાં આવી છે.

બાલદેવો ભવ:ના ઉદેશ્ય સાથે લંડન-કેન્યામાં ચાલતી શિશુકુંજ સંસ્થા શાળા સહિતના અન્ય ચેરિટી પ્રોજેકટ કરે છે. ભુજની શાળાના ભંડોળ માટે સંસ્થાના 108 સભ્યોએ 36 રીક્ષામાં રામેશ્વરમ થી ભુજની યાત્રા યોજી છે. જેમાં તેમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જણાવી વાપીના મુક્તિધામના વખાણ કર્યા હતાં.

શાળાના ફન્ડિંગ માટે Tuk-Tuk (રીક્ષા) પસંદ કરવા અંગે તેઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો સાયકલ યાત્રા પર નીકળે છે. પણ ભારતમાં રીક્ષા દરેક શહેરમાં જોવા મળે છે. અને પેસેન્જર વાહન તરીકે તે ખૂબ જ પ્રચલિત છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને તેઓએ આ યાત્રા માટે રીક્ષાની પસંદગી કરી છે. જેમાં દરેક રિક્ષાને પોતાની ટુકડી મુજબ વિશેષ નામ આપ્યા છે.

આ 3 હજાર કિલોમીટરના પ્રવાસમાં કેન્યામાં જન્મેલા NRI હિતેશે જણાવ્યું હતું કે, તેઓ પ્રથમ વખત આ યાત્રાના માધ્યમથી ભારત આવ્યાં છે. નાના બાળકોની શાળા માટેનું આ સારું કાર્ય હોય તેઓ તેમાં સામે ચાલીને જોડાયા છે. યાત્રાના રૂટ દરમ્યાન ભારત દર્શન પણ થતા હોય ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા આફ્રિકાના કેન્યામાં અને લંડનમાં વર્ષોથી કાર્યરત છે. જેમાં હિન્દુ ધર્મ અંગેનું અને વૈશ્વિક જ્ઞાન અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવે, ભારતીય સંસ્કૃતિને વધુ ઉજાગર કરવા ભુજમાં નવી શાળા સ્થાપવાનું તેઓનું ઉદ્દેશ્ય છે જે માટે થઈને ડોનેશન ઉઘરાવવા આ યાત્રાની શરૂઆત કરી હતી. UK અને કેન્યાથી આ શાળા માટે સારું એવું દાન મળ્યું છે. વાપીના મુક્તિધામને નિહાળી યાત્રાનો અનોખો આનંદ ઉઠાવતા આ યાત્રિકો વાપી થી ભુજ તરફ રવાના થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *