વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે. ઉપરાંત આ જિલ્લામાંથી જ સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતો નેશનલ હાઇવે 48 પસાર થાય છે. તો, પ્રશ્ચિમ રેલવેની મહત્વની મહત્વની ટ્રેક લાઇન પણ આ જિલ્લામાંથી જ પસાર થાય છે. આ કારણે જિલ્લામાં અને ખાસ કરીને વાપીમાં અકસ્માતોનું પ્રમાણ પણ ખૂબ વધુ છે. આવા અકસ્માત દરમ્યાન હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી માત્રામાં લોહીની જરૂરિયાત ઉભી થતી આવી છે. અનેકવાર એવું બન્યું છે કે, બ્લડ બેંકમાં જ જરૂરિયાત મુજબના દર્દીને જે લોહીની જરૂર હોય છે તે પુરી થતી નથી. આ ઘટ નિવારવા અનેક સારી સંસ્થાઓ રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્તની ઘટ નિવારણ નો પ્રયાસ કરે છે.
જેને ધ્યાનમાં રાખી જમીયત ઉલેમાં એ વાપી ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ વાપીના સંયુક્ત ઉપક્રમે આગામી 1લી સપ્ટેમ્બરે યોજાનાર મહારક્તદાન કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓ રક્તદાન કરવા આવે તેવી અપીલ સંસ્થાના આગેવાનો, સભ્યો દ્વારા કરવામાં આવી છે.