ઉદ્યોગોમાં ઔદ્યોગિક સલામતીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ માટે સુરક્ષા અને સલામતી વિભાગ વિશેષ તકેદારી દાખવવા દરેક ઉદ્યોગ સંચાલકને ભલામણ કરે છે. છતાં પણ જે ઉદ્યોગ માં કર્મચારીઓની સુરક્ષા સલામતીમાં કચાસ દેખાય તો તેવા ઉદ્યોગોના સંચાલક સામે દંડનીય કાર્યવાહી કરે છે. જો કે, આવા જ ઉદ્યોગોમાં તેમ છતાં પણ સુરક્ષા બાબતે બેદરકારી છતી થતી રહી છે. આવી જ બેદરકારી વાપી GIDC ના 4th ફેઈઝમાં આવેલ એક કંપનીમાં જોવા મળી છે. કેસર ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી આ કંપનીમાં હાલ ચોમાસાને ધ્યાને રાખી સિમેન્ટના પતરાવાળો શેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નવાઈની વાત એ છે કે, આ કામગીરી કરતા 2 કામદારોએ પાસે સુરક્ષાના કોઈ જ સાધનો નથી.
જમીનની ખાસ્સી ઊંચાઈ પર તૈયાર કરેલ આ શેડ દરમ્યાન જો કોઈ અઘટિત ઘટના બને તો આ કામદારો માટે તે જીવલેણ બની શકે છે. આવી કંપનીઓમાં એક તરફ કામદારોને સુરક્ષા સાધનો આપી ત્યાર બાદ જ કામગીરી કરાવવામાં આવે છે. તો, એ કામદારો માટે શેડ બનાવતા કામદારોની સલામતી બાબતે કેમ બેદરકારી દાખવવામાં આવે છે.
કંપની સંચાલક જો પોતાની કંપનીના કર્મચારીઓ માટે સુરક્ષાની સલામતીને પ્રાધાન્ય આપે છે તો, આ કામદારોના કોન્ટ્રકટર ને એવી ટકોર કેમ કરતા નથી. શા માટે આવા કોન્ટ્રકટર ને કામ આપતા પહેલા કામદારોની સુરક્ષા બાબતે જરૂરી સાધન સામગ્રી આપીને કામ કરાવાની બાંહેધરી લેવામાં આવતી હતી.
ઔદ્યોગિક સુરક્ષા સલામતી ના વિભાગો અને VIA સુરક્ષા સલામતી સપ્તાહ ઉજવવા માટે જેટલી તત્પરતા દાખવે છે. તેટલી જ તત્પરતા આ કન્ટ્રક્શન લાઇનના કામદારો માટે દાખવે, જે તે કોન્ટ્રકટર કે ઉદ્યોગ સંચાલક સામે આવી બેદરકારી બદલ દંડનીય કાર્યવાહી કરે તે હિતાવહ છે.