Friday, January 31News That Matters

વાપી ગુંજનમાં અંબામાતા મંદિર નજીક રોડ પર વધતા અતિક્રમણ પર તંત્રનું બુલડોઝર ક્યારે ફરશે….?

વાપી નોટિફાઇડ વિસ્તારમાં અને વાપી નગરપાલિકા  વિસ્તારમાં હાલ મુખ્ય માર્ગો પર કરેલું અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે, ગુંજન માં નોટિફાઇડ દ્વારા મુખ્ય માર્ગ પર બુલડોઝર ફેરવ્યા બાદ અંબા માતા મંદિર નજીક આવેલા મુખ્ય માર્ગો પર પણ બુલડોઝર ફેરવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
અંબા માતા મંદિર અને GIDC ગાર્ડન કોપરલી રોડ પરની બન્ને સાઈડ પર સાંજ પડે ને ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે. આ વિસ્તારમાં કેટલાક વેપારીઓએ લારી ગલ્લા લગાવીને તો કેટલાક વેપારીઓએ ફર્નિચર સહિતની ચીજવસ્તુઓનો ખડકલો કરી વેપારની હાટડી શરૂ કરી છે. આ વેપારીઓને કારણે આ વિસ્તારમાં સવારે અને સાંજે ટ્રાફિક સમસ્યા ઉભી થઇ રહી છે.

નોટિફાઇડ દ્વારા જે રીતે ગુંજનના મુખ્ય માર્ગ પર અતિક્રમણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાનું બીડું ઝડપ્યું છે. તેવી પહેલ નોટિફાઇડ અંબમાતા મંદિર આસપાસ ક્યારે કરશે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે. ગુંજનમાંથી હટાવેલ કેટલાક લારીગલ્લા વાળાઓ પણ હવે અંબા માતા મંદિર આસપાસ પોતાની હાટડીઓ ખોલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *