વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને મુંબઈ માં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના વિનયભાઈ વાડીવાળા ને સર્વાનુમત્તે નવા પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. વિનયભાઈ ની વરણી થતા વાપીના સર્કિટ હાઉસ ખાતે સમાજના અગેવાનોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.વલસાડ જિલ્લાના પારડી અને વાપી વિસ્તારની સામાજિક સંસ્થા શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ દ્વારા ભરૂચ થી મુંબઈ સુધી સામાજિક સેવા કાર્ય કરતી દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના નવા પ્રમુખ તરીકે વિનયભાઈ વાડીવાળાની વરણી કરવામાં આવી છે. વિનયભાઈ વાડીવાળા ને સમાજના આગેવાનો, મિત્રો શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદ ના આવનારા કાર્યકાળમાં વિનયભાઈ વાડીવાલા સમાજના વિકાસમાં ખૂબ સુંદર કામગીરી કરે, સમાજના દરેક નાગરિકોને બનતા મદદરૂપ થાય, સમાજના દરેક વર્ગના જરૂરિયાતમંદ ને આર્થિક, સામાજિક અને આરોગ્યલક્ષી, અભ્યાસલક્ષી મદદ પુરી પાડવામાં પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદ દ્વારા 14મી જુલાઈના નવસારી ના સર્કિટ હાઉસ ખાતે ટ્રસ્ટના સભાસદો દ્વારા સર્વાનુમત્તે સંસ્થાના પ્રમુખ તરીકે 3 વર્ષના કાર્યકાલ માટે વરણી કરવામાં આવી છે. આ સંસ્થા 30 વર્ષથી સામાજિક સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ છે
આ પ્રસંગે વાપીના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ શુભેચ્છા કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ રાઠોડ, હિતેન્દ્રભાઈ માહ્યાવંશી, હિતેશભાઈ સુરતી, મિતેશભાઈ જોરાવર, અશ્વિનભાઈ મિસ્ત્રી, ઉમેશભાઈ પલસાણેકર, પ્રિયાંક પરમાર, પ્રતીક પટેલ, મનીષ કારા, ભરતભાઇ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.