Sunday, December 22News That Matters

વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજના ટી.વાય.બી.કોમ. ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

વાપી ના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી, ટી.વાય.બી.કોમ. ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2023-24 માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી કોલેજનું નામ રોશન કર્યું છે.

T.Y.B.Com. માં ટેક્ષશેશન વિષયમાં સૌથી વઘુ ગુણ મેળવનાર વિઘાર્થીઓમાં (1) શર્મા મનિષા વિરેન્દ્ર ના 81.60% (2) બાલ નવજીત કવાલજીતના 80.70% (3) ખાન નાઝમીન હકીમના 77.90%, તથા માર્કેટીંગ વિષયમાં સૌથી વઘુ ગુણ મેળવનાર વિઘાર્થીઓમાં (1) સિંગ પિન્કી જય પ્રકાશના 83.20%, (2) સિંગ રોશની મનોજ પ્રજાપતિના 77.30%, (3) પટેલ શ્વેતા જયનાથના 76.50%, તેમજ એડવાન્સ એકાઉન્ટીંગ વિષયમાં સૌથી વઘુ ગુણ મેળવનાર વિઘાર્થીઓમાંવ(1) ત્રિપાઠી પારૂલ અરૂનાકરના 78.70%, (2) સિંગ પૂનમ સિકન્દરના 78.40%, (3) શર્મા પૂજા જયનાથના 77.60% છે.

જ્યારે યુનિવર્સિટી ટોપર વિઘાર્થીઓમાં વિષય પ્રમાણે સૌથી વઘુ ગુણ મેળવનાર વિઘાર્થીઓમાં (1) સોલંકી શ્રઘ્ઘા કમલેશભાઈ (માર્કેટીંગ 5/6 – 78/100) (2) શર્મા મનિષા વિરેન્દ્ર (એડવાન્સ એકાઉન્ટીંગ 42/50), (3) ભાનુશાલી જિનલ દિનેશભાઈના (માર્કેટીંગ-7 43/50), (4) ચૌધરી સજરુન નુરૂદીનના માર્કેટીંગ-7 43/50), (5) સકીના મૌહમદ અખતર શૈખ ના (માર્કેટીંગ- 7 43/50)પ્રાપ્ત કરી યુનિવર્સિટીના ટોપર બની ગૌરવ વઘાર્યુ છે.

આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ્ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે પ્રથમ સ્થાને તેમજ યુનિવર્સિટી ખાતે ટોપર રહેલ વિઘાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં ઉચ્ચ સિઘ્ઘી હાસંલ કરવા આહવાન આપ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *