Friday, January 31News That Matters

વલસાડ SOG એ ઘરફોડ ચોરી કરતા 2 ચોરને 65 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લા પારડી પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં SOG ને સફળતા મળી છે. વલસાડ SOG ની ટીમે 65 હજારના મુદ્દામાલ સાથે તોફીક રફીક શેખ અને હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ નામના 2 રીઢા ચોરને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વલસાડ SOG ઇન્ચાર્જ PI ના માર્ગદર્શન મુજબ SOG PSI આર.બી.પરમાર પોતાની ટીમ સાથે વલસાડ જીલ્લામાં નોંધાયેલ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટેક્નીકલ અને હ્યુમન રીસોર્સીસ અને મળેલ બાતમી હકીકત આધારે (1) તોફીક રફીક શેખ (રહે.બીલાલ મસ્જીદ સ્ટ્રીટ, શાપુરનગર, કોસંબા રોડ, ધોબી તળાવ, વલસાડ) અને (2) હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ (રહે.સહયોગ નગરની પાછળ, ધોબી તળાવ, વલસાડ) નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં.

જેમની પાસેથી રોકડા રૂપિયા 34 હજાર, 3 નંગ મોબાઈલ ફોન તેમજ ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલ 65 હજારની કિંમતનું ટુ-વ્હીલર મુદ્દમાલ સાથે જપ્ત કરાયો હતો. બન્ને રીઢા ચોર સામે પારડી પોલીસ મથકે IPC કલમ 454, 380 મુજબના વણશોધાયેલ ગુન્હો નોંધાયેલ હતો. જેનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)એ વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા અંગે સુચના આપેલ. સદર કામગીરી I/C પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા પો.સ.ઈ. આર.બી.પરમાર, ASI અશોકકુમાર, HC ઓમપ્રકાશસિંહ, PC મોહંમદ સફી, કિરીટસિંહ, મહેન્દ્ર દાન દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *