હાલમા નવરાત્રીનો ધાર્મિક તહેવાર ચાલી રહ્યો છે. જે દરમ્યાન વલસાડ પોલીસે પીધેલા પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ હેઠળ પહેલા નોરતાથી છઠ્ઠા નોરતા દરમ્યાન કુલ 1064 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં MV એકટ 185 હેઠળ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કુલ 619 કેસ નોંધાયા છે. દારૂ પીધેલાઓના 302 કેસ નોંધાયેલ છે. અને 142 કેસ દારૂ સાથે પકડાયેલા સામે કરવામાં આવ્યાં છે.
નવરાત્રી તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આગોતરા આયોજન માટે પોલીસ મહાનિરિક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના આધારે વલસાડ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ દ્રારા દારૂની હેરાફેરી, વેચાણ કરતા ઇસમો તથા નવરાત્રીના તહેવાર નિમિતે સાર્વજનિક તથા જાહેર સ્થળોએ રમાતા ગરબામા લોકો દ્રારા દારૂનો નશો કરી ગરબા રમતા તથા દારૂનો નશો કરી વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધમા કાર્યવાહી કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરી છે.
નવરાત્રી દરમ્યાન સાર્વજનિક તથા જાહેર ગરબીના સ્થળોએ દારૂનો નશો કરી ગરબા રમતા ઇસમો તથા દારૂનો નશો કરી વાહન ચલાવતા ઇસમો તેમજ રોમિયોગીરી કરતા ઇસમો વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા મહીલા પોલીસની SHE TEAM તથા વલસાડ પોલીસ સતત ખડે પગે રહી ફરજ બજાવી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
જે દરમ્યાન પ્રથમ નોરતે MV એકટ 185 હેઠળ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કુલ 111 કેસ, દારૂ પીધેલાઓના 40 કેસ અને 10 કેસ દારૂ સાથે પકડાયેલા સામે કરવામાં આવ્યાં હતાં.
બીજા નોરતે MV એકટ 185 હેઠળ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કુલ 140 કેસ, દારૂ પીધેલાઓના 71 કેસ અને 28 કેસ દારૂ સાથે પકડાયેલા સામે કરવામાં આવ્યાં હતાં.
ત્રીજા નોરતે MV એકટ 185 હેઠળ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કુલ 106 કેસ, દારૂ પીધેલાઓના 62 કેસ અને 22 કેસ દારૂ સાથે પકડાયેલા સામે કરવામાં આવ્યાં હતાં.
ચોથા નોરતે MV એકટ 185 હેઠળ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કુલ 115 કેસ, દારૂ પીધેલાઓના 63 કેસ અને 29 કેસ દારૂ સાથે પકડાયેલા સામે કરવામાં આવ્યાં હતાં.
પાંચમાં નોરતે નોરતે MV એકટ 185 હેઠળ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કુલ 81 કેસ, દારૂ પીધેલાઓના 34 કેસ અને 29 કેસ દારૂ સાથે પકડાયેલા સામે કરવામાં આવ્યાં હતાં.
છઠ્ઠા નોરતે MV એકટ 185 હેઠળ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કુલ 66 કેસ, દારૂ પીધેલાઓના 32 કેસ અને 24 કેસ દારૂ સાથે પકડાયેલા સામે કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, જાહેર જનતાને વલસાડ પોલીસે અપીલ કરી છે કે, નવરાત્રીના ધાર્મિક તહેવારમા વલસાડ જીલ્લાના અલગ અલગ સ્થળોએ ગરબા મંડળ દ્રારા ગરબા રમાડવામા આવે છે. જેથી નવરાત્રીના ધાર્મિક તહેવાર નિમિતે જાહેર સ્થળોએ ટ્રાફિકના પોઇન્ટો ગોઠવી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નાના મોટા ગરબા મંડળોની આજુબાજુમા રોમીયોગીરી કરતા ઇસમોને પકડી પાઠ ભણાવવા માટે મહીલા પોલીસની SHE TEAM સતત કાર્યરત છે,
પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ રાખી વિવિધ કેફી પીણાનો નશો કરી વાહન ચલાવતા તથા જાહેરમા નશો કરી ફરતા ઇસમો ઉપર અંકુશ લાવવા બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલ વાહન ચાલકો તથા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી, કોઇપણ વ્યકિતએ નશો કરીને વાહન ચલાવવુ નહીં અન્યથા તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.