વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટના 30 જેટલા ગુન્હા દાખલ થયા હતાં. જે દરમ્યાન કુલ 1,12,49,875.90 રૂપિયાનો 1064.982 કિલો ગ્રામ માદક પદાર્થ નાર્કોટીક્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે તમામ જથ્થાનો શનિવારે અંકેલશ્વરની BEIL કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગની રાહબરી હેઠળ વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય અને DySP એ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ SOG PI એ. યુ. રોઝના સંકલન દ્રારા વલસાડ જિલ્લાના 8 પોલીસ સ્ટેશનમાંNDPS એક્ટ મુજબ 30 ગુન્હા દાખલ કરવામાં આવ્યાં હતા.આ 30 ગુન્હા દરમ્યાન પોલીસે 1,12,49,875.90 રૂપિયાનો 1064.982 કિલો ગ્રામ માદક પદાર્થ નાર્કોટીક્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેના નાશની કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે 19મી જુલાઈ 2024ના અંકેલશ્વરની BEIL કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.આ માદક પદાર્થનો જથ્થો વલસાડ જિલ્લાના 8 પોલીસ મથકની હદ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પારડી પોલીસ મથક વિસ્તારમાંથી જ 49.82 લાખની કિંમતનો જથ્થો માત્ર એક ગુન્હામાં કબ્જે કરાયો હતો. જિલ્લાના 8 પોલીસ મથકમાં નોંધાયેલ કુલ 30 ગુન્હા પૈકી વાપી ટાઉન પોલીસ મથકમાં સૌથી વધુ 13 ગુન્હા નોંધાયા હતાં.
દરેક પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હા અને પકડાયેલ જથ્થાની કિંમત નીચેના કોષ્ટકમાં આપેલી છે…..આમ, વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્રારા વલસાડ જિલ્લાના કુલ-30 NDPS ના ગુન્હાઓમાં કબ્જે કરાયેલ માદક પદાર્થ નાર્કોટીક્સનો મુદ્દામાલ 1064.982 કિલો ગ્રામ કુલ કિંમત રૂપિયા 1,12,49,875.90/- નો નાશ કરવામાં આવ્યો હતો.