વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ડિવિઝન હેઠળ આવતા 8 પોલીસ મથકમાં બિનવારસી પડી રહેલા 1317 ટુ-વ્હીલર, 46 થ્રી-વ્હીલર, 14 ફોર- વ્હીલર, 2 છોટા હાથી, 1 ટ્રક, 2 ટેમ્પો મળી કુલ 1383 વાહનોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વલસાડ જીલ્લાના તથા જીલ્લા બહારના મળી કુલ-173 વેપારીઓએ ભાગ લીધેલ હતો. જેઓએ આ તમામ 1383 વાહનોની ખરીદી કરતા કુલ રૂા. 52,86000/- ની રકમ ઉપજી હતી. આ હરાજી વાપી ડિવિઝનના Dysp બી. એન. દવેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
વલસાડ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘણા લાંબા સમયથી બિનવારસી પડી રહેલ વાહનોની હરાજી કરવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાધેલાએ નાયબ પોલીસ અધિક્ષક, વાપી વિભાગ બી. એન. દવેને નોડલ અધિકારી તરીકે નિયુંકત કરી, ઉપરોકત વાહનોનો નિયમોનુસાર SOP મુજબ હરાજી કરવા સુચના કરેલ,
જે અનુસંધાને 14મી ડિસેમ્બર 2024 ના વાપી ડિવીઝનના 8 પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી બિનવારસી પડી રહેલ વાહનોની નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ તથા વાપી વિભાગ તેમજ વાપી ડિવીઝનના થાણા અધિકારીઓની હાજરીમાં હરાજી કરવામા આવેલ હતી.
વાપી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા બિન વારસી વાહનોમાં અનુક્રમે કપરાડામાં 6, નાનાપોંઢામાં 9, મરીનમાં 32, ભીલાડમાં 85, ઉમરગામ 92, વાપી ટાઉનમાં 230, ડુંગરામાં 294, વાપી GIDC માં 535 બિનવારસી વાહનો હતાં. જેમાં ટુ-વ્હીલર થ્રી-વ્હીલર ફોર- વ્હીલર છોટા હાથી ટ્રક, ટેમ્પોનો સમાવેશ થતો હતો.
ઉપરોકત હરાજીમાં વલસાડ જીલ્લાના તથા જીલ્લા બહારના મળી કુલ-173 વેપારીઓએ ભાગ લીધેલ હતો. જે વાહન હરાજીમાં કુલ- 1383 વાહનોની હરાજી થતાં વાહન હરાજીના રૂા. 52,86000/- ની કીંમત ઉપજી હતી.
ઉલ્લેખનીય છે કે, તારીખ 15મી ડિસેમ્બર 2024 ના પોલીસ હેડ કવાટર્સ વલસાડ ખાતે વલસાડ ડિવીઝનના વલસાડ સીટી, વલસાડ રૂરલ, પારડી, ધરમપુર તથા ડુંગરી પોલીસ સ્ટેશનોના બિનવારસી વાહનોની એ.કે.વર્મા, નાયબ પોલીસ અધિક્ષક, વલસાડની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવનાર છે.