વલસાડ LCB ની ટીમે પારડી હાઇવે પર બાતમી આધારે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન સેલવાસથી ટ્રકના ચોરખાનામાં 4.64 લાખનો દારૂ લઈ જતા ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. LCB ની ટીમેં આ કાર્યવાહીમાં ટ્રક, દારૂ મળી કુલ 12.65 લાખનો મુદ્દામાલ કબજે લઈ લીધો છે. તો, ટ્રક ડ્રાઈવરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ LCB ની ટીમે બાતમી આધારે પારડીમાં મુંબઈ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 ઉપર એક મરુન કલરના ટાટા ટ્રક રજી નંબર MH-04-EY-4762 ને અટકાવ્યો હતો. ટ્રકના કેબીન તથા ફાલકાના વચ્ચેના ભાગે બનાવેલ ચોરખાનામાં તપાસ કરતા ભારતીય બનાવટની વ્હીસ્કી/બીયરના બોક્ષ મળી આવ્યાં હતાં. જે અંગે ટ્રકના ચાલક ખોઝેમા શબ્બીર ગુલામહુસેન ગીલીટવાલાને પકડી પાડ્યો છે. તેમજ દારૂ-ટ્રક સહિતનો મુદામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી તથા પ્રોહી જથ્થો ભરાવનાર/મંગાવનાર વોન્ટેડ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ ટ્રક ડ્રાઇવરની કબૂલાત મુજબ આ દારૂનો જથ્થો તેમણે સેલવાસથી ભર્યો હતો. પોલીસે 4,64,800 રૂપિયાનો દારૂ, 8 લાખની ટ્રક મળી કુલ 12,65,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તથા આ જથ્થો મંગાવનાર સંદીપ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ કામગીરી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સૂચનાથી પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ, એલ.સી.બી વલસાડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે. એન. સોલંકી તથા અ.પો.કો હિતેશભાઈ હમલભાઈ ચાવડા તથા અ.પો.કો તેજપાલસિંહ મહેન્દ્રસિંહ સિસોદીયા તથા અ.પો.કો પરેશકુમાર રઘજીભાઈ ચૌધરીએ ટીમ વર્કથી કરી હતી.