Tuesday, October 22News That Matters

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન વાપીથી રાજ્યના 12 GST સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે

કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન તા. 7 નવેમ્બર 2023ના વલસાડ જિલ્લાના વાપી તાલુકા ખાતે GST સેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. જેઓ વાપી જ્ઞાનધામ સ્કૂલ ખાતેથી રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે. 12 જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કેન્દ્રિય નાણામંત્રી બપોરે 02:40 કલાકે વાપીના જીએસટી સેવા કેન્દ્રની વિઝિટ કરી 3 કલાકે દમણ એરપોર્ટ જવા નીકળશે.

કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન તા. 7 નવેમ્બર 2023ના દિલ્હીથી સવારે 9-40 કલાકે અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદથી 11-20 વાગ્યે ફલાઈટમાં 12-30 કલાકે દમણ આવશે. દમણથી બાય રોડ વાપી બપોરે 1 કલાકે આવશે. જ્યાં વાપી જ્ઞાનધામ સ્કૂલ ખાતે રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે. 12 જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કેન્દ્રિય નાણામંત્રી બપોરે 2-40 કલાકે વાપીના જીએસટી સેવા કેન્દ્રની વિઝિટ કરશે. ત્યારબાદ બપોરે 3 કલાકે વાપી થી દમણ અને ત્યાંથી સુરત થઈ દિલ્હી રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, GST વિભાગના અધિકારીઓ, વલસાડ જિલ્લાની વાપી સહિતની GIDC ના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ભાજપના મહત્વના નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *