Monday, December 30News That Matters

સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધી મેળવવા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરનારા બે રીક્ષા ચાલકોને પકડી વાપી GIDC પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

વાપી GIDC પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જાહેર માર્ગ પર રીક્ષામાં જોખમી સ્ટંટ કરતા 2 રીક્ષા ચાલકોનો વિડિઓ વાયરલ થયો હતો. જે અનુસંધાને GIDC પોલીસે બન્ને રીક્ષા ચાલકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ રીક્ષા ચાલકોમાં ઓટો રીક્ષા નંબર GJ-15-XX-5840નો ચાલક (1) હર્ષલ મનોહર સીમ્પી ઉ.વ. 27, ધંધો રીક્ષા ડ્રાયવર રહેવાસી. RCF-27, ચણોદ કોલોની, પીડીલાઇટ ગાર્ડનની બાજુમાં વાપી, મુળ ગામ કરવંત, જી.ધુલીયા મહારાષ્ટ્રનો છે.જ્યારે, ઓટો રીક્ષા નંબર GJ-15- AU-3267 નો ચાલક (2) પ્રેમકુમાર મનોજ સાહ ઉ.વ. 26 ધંધો નોકરી તથા ડ્રાઇવીંગ રહેવાસી C-08, યસ્વી બિલ્ડીંગ, રણછોડનગર છીરી, તા.વાપી, મુળ ગામ જીરવાવાડી, જી. સાહેબગંજ ઝારખંડ નો વતની છે. જેને તેમના કબ્જાની ઓટો રીક્ષા સાથે પકડી પાડી તેની વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સહિંતા 2023 ની કલમ 281 તથા એમ.વી.એકટ કલમ 177,184 મુજબના ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.પકડાયેલ આરોપીઓ હર્ષલ મનોહર સીમ્પી અને  પ્રેમકુમાર મનોજ સાહ પોતાની રિક્ષામાં અલગ અલગ માર્ગ પર સ્ટંટ કરતા હતા. જેના વિડિઓ વાયરલ થયા હતાં. સોશ્યલ મીડિયામાં છવાઈ જવા જાહેર માર્ગ પર અન્ય લોકોની જીંદગી જોખમ માં મુકનારા આ બન્ને રીક્ષા ચાલકો સામે વલસાડ પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા તથા વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેએ GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પટેલને સૂચના આપતા સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધી મેળવવા સારૂ જીવના જોખમે જોખમી સ્ટંટ કરતા આ બન્ને યુવકોને ઝડપી કાયદાકીય કાર્યવાહી કરી પાઠ ભણાવ્યો હતો.

પોલીસે જાહેર જનતાને અપીલ પણ કરી છે કે, સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધી મેળવવા સારૂ કોઈપણ પોતાના જીવના જોખમે જોખમી સ્ટંટ કરી પોતાની અમુલ્ય જીંદગી જોખમમાં મૂકે નહીં. જો આવા સ્ટંટ કરતા કોઈ ઈસમ જોવા મળશે તો તેમની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ગંભીર મામલે વલસાડ જીલ્લા પોલીસ સોશિયલ મિડીયા ઉપર બાઝ નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રિક્ષામાં જોખમી સ્ટંટ કરનારા બન્ને રીક્ષા ચાલકોને ઝડપી લેવા પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પટેલના માર્ગદર્શન માં આ.પો.કો. હારીશ કમરૂલ ખાન તથા અ.પો.કો. કમલેશ મણિલાલ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *