વલસાડ જિલ્લાના વાપીમાં ઓગષ્ટ 2001માં એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ થતા વાપી ટાઉન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તે આરોપીને પારડીની સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2001માં આરોપીએ પારડી સબ જેલમાં બાકોરું કરી આરોપી જેલમાંથી ભાગી ગયો હતો. વલસાડ કોર્ટે આરોપી વિરુદ્ધ જાહેરનામું બહાર પાડ્યું હતું. વાપી ટાઉન પોલીસની ટીમ જે જાહેર નામાની બજવણી કરવા ગઈ હતી. જે દરમ્યાન આરોપી તેના ઘરે મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.