Thursday, January 9News That Matters

ચણોદ ગ્રામ પંચાયતને પાણી પુરૂં પાડતી ટાંકીનાં સમ્પનો સ્લેબ થયો ધરાશાઈ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામલોકો માટે સર્જાશે પાણીની તંગી…?

વાપી તાલુકાના ચણોદ ગામને પાણી પૂરું પાડવા માટે ચણોદ ગ્રામપંચાયત દ્વારા ટાંકી અને સમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે, અંદાજિત 20 વર્ષ જુના ટાંકીનાં સમ્પનો સ્લેબ રવિવારે અચાનક જ અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ધસી પડ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ પાણીની ટાંકીના સમ્પનો સ્લેબ ધરાશાઈ થતા ગામલોકો માટે પાણીની તંગી સર્જાશે તેવો અંદેશો ગામલોકોએ સેવ્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ ચણોદ ગ્રામ પંચાયત દ્વારા ચણોદ ગેટ પાસે પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે. જેના થકી ગામમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ સમ્પ અંદાજિત 20 વર્ષ જૂનો હોય રવિવારે તેનો સ્લેબ અચાનક જ અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ધરાશાઈ થઈ ગયો હતો. જે દરમ્યાન અહીં ઉપસ્થિત લોકો પણ તાત્કાલિક સમ્પ પાસે દોડી આવ્યાં હતાં. સમ્પના સ્લેબનો કાટમાળ પાણીમાં ગરકાવ થતા સમ્પની ટાંકીમાં રહેલું પાણી ડહોળું થયું હતું.

અચાનક જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમ્પનો સ્લેબ ધરાશાઈ થયો હતો. જે અંગે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, અહીં ડૉ. બાબા સાહેબ આંબેડકરની ભીમ સૈનિકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા માં વાગતા DJ ના સાઉન્ડ ને કારણે આસપાસમાં થડકારો વર્તાતો હતો. જે થડકાર ને કારણે કદાચ આ જર્જરિત સ્લેબ ધરાશાઈ થયો હશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અચાનક જ અન્ડરગ્રાઉન્ડ પાણીના સમ્પ નો સ્લેબ ધરાશાઈ થતા ગામલોકો માટે આ ઉનાળામાં પાણીની તંગી સર્જાશે તેવો અંદેશો ગામલોકોએ સેવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *