Friday, October 18News That Matters

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે શાળાના 40 માં વાર્ષિક ઉત્સવનો દબદબાભેર પ્રારંભ

વાપી તાલુકામાં 40 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી એ શાળાનો 40મો વાર્ષિકૉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત 4 જાન્યુઆરી એ ગીતોહમ થીમ સાથે વાર્ષિક ઉત્સવનો પ્રારંભ થયો હતો.
આ વાર્ષિકૉત્સવમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે સૌ પ્રથમ શાળા સંકુલમાં બનેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય કાર્યક્રમ પૈકી પ્રથમ દિવસે શાળાના બાળકોએ કૃષ્ણ ગીતો, ગણપતિ વંદના, દેશભક્તિના નૃત્ય નાટકો, ગીત-સંગીત સાથે રજૂ કર્યા હતાં. ગીતોહમ થીમ પર ગીતામાં રહેલા જ્ઞાનરૂપી સાગરની અને જીવનમાં ગીતાના મહત્વ પર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જે નિહાળી ઉપસ્થિત તમામે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.
પ્રથમ દિવસે ઉપસ્થિત સંતો-મહંતોનું અભિવાદન કરવા સાથે શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉત્સવમાં અતિથી વિશેષ પૂજ્ય શાસ્ત્રી નૌતમ સ્વામી (વડતાલ), શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી (ગઢપુર) સહિતના સંપ્રદાય સાથે જોડાયેલ સંતો, વલસાડ જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિઓ, વિવિધ સમાજ-સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણ દાસજીના આશીર્વાદથી તથા મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિ નારાયણ ગુરુકુળ સલવાવ શિક્ષણ અધ્યાત્મિક સમાજ સેવા અને રાષ્ટ્રધર્મના માધ્યમથી ખૂબ જ પ્રગતિસર છે. ત્યારે, રંગારંગ કાર્યક્રમના પ્રથમ દિવસે જ 3000 જેટલા વિદ્યાર્થીઓ-વાલીઓએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *