રાજયનના નાણાપ્રધાન અને પારડી વિધાસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ (RCT) એલ. જી. હરિયા રોટરી હોસ્પિટલ વાપીનું સંચાલન કરે છે. તેમની નિમણૂકથી હોસ્પિટલના વિકાસને વધુ વેગ મળવાની આશા સેવાઇ છે.ગુજરાત સરકાર ના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભા ના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. આ હોદ્દા પર તેમની પહેલા ચેરમેન PRIP કલ્યાણ બેનર્જી હતાં. જેમણે તેમની દાયકાઓની સેવા સાથે આ હોસ્પિટલને સફળતાપૂર્વક દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે, હવે તેઓ હોસ્પિટલના ચેરમેન એમેરેટસ તરીકે હોસ્પિટલના વિકાસમાં માર્ગદર્શન અને યોગદાન આપતા રહેશે.
રાજ્યના નાણાપ્રધાન અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરાતા ટ્રસ્ટના સભ્યો, વલસાડ ભાજપના આગેવાનો, હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને વાપી ના ઉદ્યોગકારો એ શુભેચ્છાઓ પાઠવી હતી.