વાપીમાં છરવાડા કોપરલી રોડ સ્થિત ત્રિશલા કોમ્પ્લેક્ષમાં શનિવારથી મલ્ટીબ્રાન્ડ દ્વિચક્રી વાહનોનું સર્વિસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. કુળદેવી ઓટો પાર્ટ્સ એન્ડ સર્વિસ સેન્ટર હેઠળ દેશભરમાં જાણીતી સ્પીડ ફોર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી હેઠળ આ સર્વિસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારના Two Wheeler ની સર્વિસ અને જે તે બ્રાન્ડના પાર્ટ્સ બદલવા કે ઓઇલની સર્વિસ પુરી પાડવામાં આવશે.
વાપીમાં શનિવારે સ્પીડ ફોર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવતું પ્રથમ મલ્ટીબ્રાન્ડ ટૂ વ્હીલર સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે સ્પીડ ફોર્સ કંપનીના માર્કેટીંગ લીડર સ્નેહલ સોલંકી અને તેમની ટીમે જણાવ્યું હતું કે, તેમની કંપની દેશભરના 28 રાજ્યમાં 200થી વધુ સર્વિસ સેન્ટર ધરાવે છે. આ તમામ સર્વિસ સેન્ટર દ્વિચક્રી વાહનોના છે. જેમાં પ્રીમિયમ કંપનીના તેમજ નર્મલ વાહનોની સર્વિસ, ઓઈલિંગ કે અન્ય પાર્ટ્સ બદલવા સહિતની સવલતો પુરી પાડવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી અને દમણમાં તેમના સર્વિસ સેન્ટર છે. જેને સારો પ્રતિસાદ મળતા વાપીમાં આ પ્રથમ સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
સ્પીડ ફોર્સ (Speed Force)ની ફ્રેન્ચાઇઝી લઈ શનિવારે હોમ-હવન બાદ સર્વિસ સેન્ટરનું રીબીન કાપી, કેક કટિંગ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપીમાં આ ફ્રેન્ચાઇઝી કુલ દેવી ઓટો પાર્ટ્સ એન્ડ સર્વિસ સેન્ટરના સંચાલક કિશોરસિંગ પુરોહિતે લીધી છે. જેણે આજના પ્રથમ દિવસે તેનો શુભારંભ કરી જણાવ્યું હતું કે, વાપીમાં દ્વિચક્રી વાહન ધરાવતા વાહન માલિકોને એક જ સ્થળે તેમના વાહનના સર્વિસની સુવિધા મળશે. બાઈક ના અલગ અલગ ઓરીજનલ પાર્ટ્સ પણ અહીં નાખી શકશે. મેક લુબ્રિકન્ટ નું ઓઇલ નાખી શકશે. વાહન ચાલકો આ સર્વિસ માટે અલગ અલગ સ્થળોએ જવાને બદલે એક જ સ્થળે ડિસ્કાઉન્ટ રેટમાં ઓછા ખર્ચે અને સમયનો સદ ઉપયોગ કરી આ સર્વિસનો લાભ લઈ શકશે. તેમની પાસે તમામ પ્રકારના બાઈક ની સર્વિસ માટે તાલીમબદ્ધ સ્ટાફ છે. સ્પીડ ફોર્સ કંપની સાથેનું તેમનું આ સાહસ આગામી દિવસોમાં વાપીના વાહન ચાલકોમાં તેમને પ્રસિદ્ધિ અપાવશે. વાહન ચાલકોને પણ તેમના વાહનની સર્વિસ બદલ સંતોષકારક સુવિધા પૂરી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં છરવાડા કોપરલી રોડ સ્થિત ત્રિશલા કોમ્પ્લેક્ષમાં શરૂ થયેલ મલ્ટીબ્રાન્ડ દ્વિચક્રી વાહનોના સર્વિસ સ્ટેશનમાં તમામ પ્રકારના Two Wheeler ની સર્વિસ અને જે તે બ્રાન્ડના પાર્ટ્સ બદલવા કે ઓઈલિંગ સર્વિસ પુરી પાડવા ઉપરાંત ઈન્સ્યુરન્સ ક્લેમ, ઇમર્જન્સી બ્રેક ડાઉન ની સર્વિસ પણ પુરી પાડવામાં આવશે. સ્પીડ ફોર્સની આ સુવિધાને વાપીમાં સારો પ્રતિસાદ મળશે તેવી આશા સેવાઇ રહી છે.