Saturday, December 21News That Matters

ઉમરગામ પોલીસ સ્ટેશનના NDPS એકટના ગુન્હામાં 20 વર્ષથી વોન્ટેડ આરોપીને SOG ની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો 

વર્ષ 2004માં ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટની કલમ 8(C), 22, 29(1) મુજબનો ગુન્હો નોંધાયો હતો. જેમાં 19/07/2004ના નાહુલી ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 8 દમણગંગા નદીના પુલના દક્ષિણ છેડેથી એક મારૂતી ફ્રન્ટી કાર નં.GJ- 01-R-5238 માં 10 પ્લાસ્ટીકની થેલીઓમાંથી 10 કરોડ 20 લાખનો 10.020 કિ.ગ્રા. બ્રાઉન સુગરનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુન્હાની તપાસમાં વોન્ટેડ કાસિમ નુરમોહમદ અજમેરીને 2024માં રાજસ્થાનથી SOG ની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો મુજબ જે તે સમયે આ કામના આરોપીઓ ગેરકાયદેસર હેરાફેરી કરતા પકડાઇ ગયા હતાં. પરંતું, ગુન્હાની તપાસ દરમ્યાન જે આરોપીઓના નામ ખુલ્યા હતા, તેને પકડી પાડવા આરોપીઓના મુળ વતન ખાતે તપાસ કરવા છતા આરોપીઓ મળી આવેલ ન હોય વોન્ટેડ જાહેર કરેલ હતા.ઉપરોક્ત એન.ડી.પી.એસ.એકટના ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડવા અલગ અલગ થીયરી ઉપર વલસાડ એસ.ઓ.જીની ટીમે તપાસ આરંભેલ હતી. આ દરમ્યાન એસ.ઓ.જી.વલસાડના એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા પો.કો. મહેન્દ્રદાન જીલુભાને આ કામનો આરોપી કાસમ નુરમહમદ મુસ્લીમ રહે.ગૌરખડી, તા.જી.મંદસૌર, એમ.પી.નો હાલ રાજસ્થાન રાજયના ઉદયપુર શહેરમાં હોવાની ચોક્કસ હકિકત આધારે આરોપીને રાજસ્થાનના ઉદયપુર શહેરમાંથી સ્થાનીક પોલીસ મદદ મેળવી ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. આરોપીને આ ગુન્હાની વધુ તપાસ અર્થે ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

20 વર્ષે પોલીસના હાથે ઝડપાયેલ આરોપી કાસિમ નુરમોહમદ અજમેરી(મુસ્લીમ) 48 વર્ષનો છે. તે મૂળ મધ્યપ્રદેશ ના મંદસૌરનો છે. જેને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સુખેર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જે મહારાષ્ટ્ર મુંબઇ કોલાબા પોલીસ સ્ટેશનમાં સને.1999માં એન.ડી.પી.એસ.એકટ હેઠળ 5 કિલોગ્રામ બ્રાઉન સુગરના કેસમાં પકડાયેલ. તેમજ મધ્યપ્રદેશ જાવરા જીલ્લાના સીટી પોલીસ સ્ટેશનમાં સને-2023 માં એન.ડી.પી.એસ.એકટ હેઠળ 500 ગ્રામ બ્રાઉન સુગરના કેસમાં પકડાયેલ.

ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ખુન, ધાડ, લુંટ જેવા જધન્ય અપરાધમાં સંડોવાયેલ વલસાડ જિલ્લાના નાસતા/ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશને વેગ મળે તે અંગેની ગંભીરતાને લક્ષમાં રાખી, ફરીયાદીને ન્યાય મળી રહે અને પ્રજાનો પોલીસ પર અતૂટ વિશ્વાસ જળવાઇ રહે જે અન્વયે આવા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓ બાબતે ઝીણવટ ભરી અને તલસ્પર્શી રીતે ગુન્હાઓના કેશ કાગળોનો અભ્યાસ કરી આરોપીઓના સગા સંબંધીઓ તથા તેના વ્યવસાયને લગતા સંલગ્ન માણસોની પુછપરછ કરી આરોપીઓ વિશે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સ અંગે માહિતી મેળવી તપાસ કરવા સિનીયર અધિકારીઓ દ્રારા એ.યુ.રોઝ પો.ઇન્સ SOGને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

સદર કામગીરી પો.ઇન્સ. એ.યુ.રોઝ તથા PSI આઇ.કે.મિસ્ત્રી તથા ASI વિક્રમભાઇ મનુભાઇ તથા પો.કો મહેન્દ્રદાન જીલુભા તથા ડ્રા.હે.કો. રમેશભાઇ ભગુભાઇ વગેરે પોલીસ સ્ટાફ દ્રારા ટીમવર્કથી કરવામાં આવેલ હતી. આમ, ઉમરગામ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એકટના ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં એસ.ઓ.જી. વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *