Saturday, December 21News That Matters

“Power Within : The Leadership Legacy of Narendra Modi” પર વાપીમાં યોજાયો પરિસંવાદ કાર્યક્રમ

ડો.આર.બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક “Power Within : The Leadership Legacy of Narendra Modi” જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા જાહેર જીવન દરમ્યાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ છે. આ પુસ્તક આધારિત પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બરોડાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, પ્રબુદ્ધ સંમેલનમાં જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાએ સ્વાગત સંબોધન કર્યું હતું, શ્રીમતી રંજનબેન ભટ્ટ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈજી એ પ્રબુદ્ધ સંમેલન માં હાજર લોકો ને પુસ્તક આધારિત વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમમાં દક્ષિણ ઝોનના સહસંયોજક જગદીશભાઈ પારેખ, વલસાડ જિલ્લાના મહામંત્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખઓ રાજનારાયણ તિવારી, જિતેશભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, ઉપ-પ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઈ, મહિલા મોરચા પ્રમુખ પ્રવિણાબેન પટેલ, ઓબીસી મોરચા પ્રમુખ નિલેશ ભાઇ ભંડારી, વલસાડ જિલ્લા ભાજપ ના હોદેદારો,વાપી શહેર સંગઠન ના હોદેદારો,નગરસવેકો શ્રીઓ, કાર્યકર્તાઓ,પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *