Sunday, December 22News That Matters

વાપી નજીક નાની તંબાડી ગામની સરપંચ શિલ્પા પટેલ 5 હજારની લાંચ સ્વીકારતા ACB ના છટકામાં સપડાઈ…!

વાપી નજીકના તંબાડી ગામની સરપંચ શિલ્પા પટેલને 5 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડી ACB ની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે. લાંચના કેસમાં પકડાયેલ મહિલા સરપંચે પંચાયતનો દાખલો આપવા પેટે 5000 રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા નહિ માંગતા જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ કરી હતી. એ આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું. ACB એ નાની તંબાડી નુતન ફળીયા રાજેન્દ્રભાઇ પ્રવીણભાઇ પટેલના શોપીંગ સેન્ટરની દુકાન નં.1 મા લાંચ ની રકમ સ્વીકારતા મહિલા સરપંચ ને ઝડપી પાડી હતી.

વલસાડ અને ડાંગ ACBની ટીમે વધુ એક સફળ રેઇડ કરી છે. જે અંગે ટ્રેપીંગ અધિકારી ડી. એમ. વસાવા, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશન તથા સુપર વિઝન અધિકારી આર. આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા અખબારી યાદી જાહેર કરી વિગતો આપવામાં આવી હતી કે, એક જાગૃત નાગરીકે આપેલી ફરિયાદ આધારે વાપી નજીક આવેલ નાની તંબાડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ  તા.વાપી, જી.વલસાડ શીલ્પાબેન ઉર્ફે સેવન્તાબેન મિતેશભાઇ પટેલને નાની તંબાડી નુતન ફળીયા રાજેન્દ્રભાઇ પ્રવીણભાઇ પટેલના શોપીંગ સેન્ટરની દુકાન નં.1 માં ફરિયાદી પાસેથી લાંચની 5 હજારની રકમ સ્વીકારતા ઝડપી પાડી હતી.

લાંચના છટકામાં સપડાયેલા મહિલા સરપંચે નાની તંબાડી ગામમાં દુકાન ભાડે રાખી સાડીનો વેપાર ચાલુ કરનાર અને એ વેપાર માટે લોન લેવાની ઈચ્છા સેવતા ફરિયાદીને ગ્રામ પંચાયતનો દાખલો કાઢી આપવાના અવેજ પેટે 5000 રૂપિયા ની માંગણી કરી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતાં ન  હોય એ.સી.બી. નો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.5000/- માંગી સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયેલ હતાં. આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી  હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *