Friday, October 18News That Matters

વાપી રોફેલ MBA કોલેજ ખાતે સમન્વય 2023નું અયોજન, ઉત્કૃષ્ઠ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, એવોર્ડ આપી સન્માનિત કર્યા

વાપીમાં રોફેલ–MBA (ગ્રીમ્સ, વાપી) ખાતે “સમન્વય 2023″ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ, નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ મળી કુલ 140 વિદ્યાર્થીઓ પૈકી 45 વિદ્યાર્થીઓ ને અલગ અલગ કેટેગરીના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જ્યારે ઉત્તમ પર્ફોમન્સ આપી કોલેજનું નામ રોશન કરનાર 10 વિદ્યાર્થીઓ ને 5-5 હજારની સ્કોલરશિપ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
આ અંગે કોલેજના પ્રોફેસર અને ડાયરેક્ટર ડૉ. કેદાર શુકલાએ જણાવ્યું હતું કે, વાપી રોફેલ MBA કોલેજ કેમ્પસમાં એકેડમિક, નોન એકેડમિક અને રિસર્ચ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો, વિદ્યાર્થીઓમાં રહેલી સ્કીલને ડેવલપ કરી પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશથી બિઝનેસ એક્સીલેન્સ એવોર્ડ, ઇનોવેશન એવોર્ડ, રિસર્ચ એવોર્ડ, એકેડેમિક એવોર્ડ સહિત કુલ 6 કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, રોટરી ક્લબના વર્તમાન પ્રમુખ, રોટરી ક્લબના મેમ્બરો, રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહીત પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતાં. જેઓના હસ્તે કોલેજની ઇવેન્ટમાં ભાગ લેનાર 140 વિદ્યાર્થીઓ પૈકી 45 વિદ્યાર્થીઓ ને એવોર્ડ આપી ને જ્યારે 10 વિદ્યાર્થીઓ ને 5-5 હજારની સ્કોલરશીપ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, રોટરી કલબ ઓફ વાપી દ્વારા 1986-87માં રોટરી ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન હેઠળ સ્કોલરશિપ આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ કોમર્સ કોલેજ, MBA કોલેજની શરૂઆત કરવામાં આવી અને હાલમાં વાપી GIDCમાં રજ્જુ શ્રોફ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. સંસ્થાનો આ પ્રયાસ વાપી સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને અનેકગણો લાભ અપાવનારો છે. આ સરાહનીય કાર્ય છે. ત્યારે આવી સંસ્થા દ્વારા આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં એવોર્ડ મેળવનાર દરેક વિદ્યાર્થી પણ અભિનંદન ને પાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *