વાપીમાં રાષ્ટ્રીય ડોકટર્સ દિવસે ડોકટરોના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા અને પ્રશંસા કરવા, તબીબી જાગૃતિને પ્રોત્સાહન આપવા અને તબીબી સમુદાયની સુખાકારીને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય સંભાળ પ્રણાલીમાં ડોકટરોની નિર્ણાયક ભૂમિકા અને જીવન બચાવવા, રાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવા માટેના તેમના અથાક પ્રયત્નોની સરાહનાને બિરદાવવામાં આવી હતી.ડોકટર્સ ડે નિમિત્તે આ કાર્યક્રમ રૉટરી હરિયા હૉસ્પિટલમા રોટરી ક્લબ ઓફ વાપી ના પ્રમુખ હાર્દિક કલ્પેશ શાહ અને સેક્રેટરી જિગર પટેલની સાથે રોટરી ક્લબ ઓફ વાપી ના સભ્યો શ્રેણિક શાહ, પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા, મોહિત રાજાણી, નિમેશ સાવલા અને રોટેરિયન દ્વારા ડૉ. સિંગ સાહેબ, હોસ્પિટલના ડોક્ટરો, હેલ્થકેર પ્રોફેસનલને તેમના સમર્પણ માટે ગુલાબ ના ફૂલ અર્પણ કરીને આભાર માનવામા આવ્યો હતો.આ પ્રસંગે પ્રેસિડન્ટ હાર્દિક શાહે વાપી અને તેની આસપાસની કૉમ્યુનિટીને હેલ્ધી રાખવા બદલ દરેક ડૉક્ટર્સ નો આભાર માન્યો હતો. આવનાર દિવસોમાં ગામડાંઓમાં મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અને આરોગ્ય લક્ષી પ્રોજેકટમાં રોટરી ચેરીટેબલ ના ટ્રષ્ટિગણ, હરિયા રોટરી હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને રૉટરી ક્લબ ઓફ વાપીના સભ્યોના સાથ સહયોગ અને સહકારથી કરવામાં આવશે એવો સંકલ્પ કર્યો હતો.