Friday, October 18News That Matters

વાપીની રોફેલ શ્રી જી. એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્મસીમાં ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણી

વિશ્વ તેમજ માનવ સમાજને તંદુરસ્તી અને સ્વસ્થ બનાવવાની પરિકાષ્ઠાને સિધ્ધ કરવા ફાર્માસિસ્ટના યોગદાન તેમજ ફરજને બિરદાવવાનાં હેતુસર 25 સપ્ટેમ્બરના આંતર રાષ્ટ્રીય ફાર્માસિસ્ટ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારની ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્બારા આ વર્ષની ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમાજમાં અંગ દાન વિશેની જાગૃતતા અને પ્રેરણા આપવાનાં હેતુસર અંગ દાન મહાદાનની થીમ સાથે મનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીના ભાગ રૂપે રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી જી.એમ. બિલખીયા કોલેજ ઓફ ફાર્માસી, વાપી ખાતે તા. 25 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી નિરંતર છ દિવસ ફાર્મસી સપ્તાહ વિહરસ્થ જે અંતર્ગત પી.સી.આઈ.નાં અંગદાન મહાદાનનાં સંકલ્પને ચરિતાર્થ કરવાનાં હેતુસર વિધાર્થીઓને અંગ દાન મહાદાન મૂલ્યોને સમજાવી સમજાવવા જગૃતતા ફેલાવવા અને પોતે અમલ કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ ફાર્માફિલ્ડને લગતી વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવીકે ફાર્મા રંગોલી, માય સેલ્ફ મેડીસીન, ફાસ્ટટેસ્ટ ફિંગર ફર્સ્ટ (કવીઝ), ફાર્મા રેસીપી,  Sci-toons, ફાર્મા મોડેલ પ્રેઝન્ટેશન, ફાર્મા લોગો ડિઝાઈન તથા ફાર્મા એડર્વટાઈઝ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું. ફાર્મા રેલી યોજી ફાર્મસી અભ્યાસ તેમજ ફાર્માસિસ્ટોનું  સમાજ ક્ષેત્રનું બહુમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

આ સાથે ઓજસ્ય હેઠળ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધા જેવીકે હેન્ડ પેઈન્ટીંગ, કુક વિધાઉટ ફાયર, મહેંદી, બેસ્ટ આઉટ ઓફ ઓફ વેસ્ટ તથા હેર સ્ટાઈલ જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સમાપન સમારોહમાં ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમીનીસ્ટે્રશન વડોદરામાં કાર્યરત એવા માનનીય ડ્રગ ઈન્સપેકટર શ્રીમાન પરિમલ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી, ઉપરોક્રત સ્પર્ધાઓમાં વિજયી વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તથા તેમનાં ઉદ્બોધનમાં ફાર્માસિસ્ટના વિધાર્થીઓ માટે ખૂબજ મહત્વનાં એવા ફુડ એન્ડ ડ્રગ કોસ્મેટીક એકટ –1947નાં કાયદા વિશે ઝીણવટ પૂર્વક ભવિષ્યલક્ષી માહિતી પુરી પાડી હતી.

તમામ કાર્યક્રમનું આયોજન વિધાર્થી પરિષદ્નાં સભ્યો બી. ફાર્મ સેમેસ્ટર–7ના  આયુષ બારિયા, વત્સ પટેલ, ધ્રુહી વિરેન્દ્બ, પ્રેક્ષા ટંડેલ, અભિષેક ભારતી, જિનલ ટંડેલ તથા પ્રેરણા તિવારી દ્બારા કલ્ચરલ કો–ઓર્ડિનેટર આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી હર્ષિદા પટેલ તથા આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી સેજલ ખુમાનનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.

આ  સાપ્તાહિક ફાર્મસી દિવસનાં સફળ આયોજન બદલ રોફેલ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રીઓએ તથા કોલેજનાં આચાર્ય ડો. અરિન્દમ્ પાલે સમગ્ર આયોજક ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *