Friday, January 31News That Matters

વાપીમાં પ્રમુખ સહજ સોસાયટીના રહીશો ચન્દ્રના અજવાળે હાથમાં દીપ લઈ ગરબે ઘૂમ્યા

નવરાત્રીના આઠમા નોરતાએ માતાજીના હવન સહિતના આયોજનો સાથે સોસાયટીના સભ્યો અલગ અલગ થીમ પર રાસ ગરબે રમે છે. ત્યારે, વાપીની ચલા સ્થિત પ્રમુખ સહજ સોસાયટીમાં આઠમના દિવસે દીપ ગરબાનું આયોજન કર્યું હતું.

વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં 700 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અલગ અલગ બિલ્ડીંગોમાં વસતા આ તમામ પરિવારો અલગ અલગ રાજ્યના હોય અહીં મીની ભારત વસ્યું છે. ત્યારે, આ સોસાયટીમાં 700 પરિવારોએ સોસાયટી માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. જે અંગે પ્રમુખ સહજ સોસાયટીના પ્રેસિડેન્ટ અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે દર વર્ષે નવરાત્રીના નવે નવ દિવસ સોસાયટીના સભ્યો રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ વર્ષે આ આયોજન સાથે આઠમા નોરતાના દિવસે દીપ ગરબાનું આયોજન કર્યું હતું. જે પ્રમુખ સહજનું નજરાણું બન્યું હતું.

 

તો એ જ રીતે આ અનોખા આયોજન અંગે પ્રમુખ સહજ સોસાયટીના સેક્રેટરી મનોજ સોલંકી એ જણાવ્યું હતું કે આ વખતે નવરાત્રી મહોત્સવમાં અહીં વસતા દરેક રાજ્યના અને પ્રદેશના લોકોને પોતાની સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરવાની તક અપાઈ હતી. તમામ પોતાના રાજ્યના કે પ્રદેશના પહેરવેશમાં સજજ થઈ ગરબે રમ્યા હતા.

પ્રમુખ સહજ સોસાયટીમાં તમામ સભ્યો એક પરિવાર હોય આઠમના દિવસે દીપ ગરબાનું આયોજન કર્યું હતું. જે દરમિયાન નવરાત્રી ગ્રાઉન્ડની તમામ લાઈટો બંધ કરી ચંદ્રના શીતળ પ્રકાશમાં હાથમાં દીપ લઈ સોસાયટીના તમામ સભ્યો ગરબે ઘૂમ્યા હતા. આ સાથે આઠમના દિવસે સાર્વજનિક મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *